Photo Gallrey
Day 1
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અને સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, અ.નિ. પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદ ખાતે પવિત્ર શ્રાવણમાસમાં તા.૧૭ ઓગષ્ટ થી ૨૩ ઓગષ્ટ, ૨૦૨૩ દરમ્યાન ૪૭મા જ્ઞાનસત્રનું આયોજન થયુ હતું. વ્યાસપીઠેથી પરમ પૂજ્ય સ્વામીજીએ સત્સંગીજીવન કથાનું રસપાન કરાવ્યુ હતું. સર્વમંગલ વ્યાખ્યાનમાળા અને જનમંગલ વ્યાખ્યાનમાળા અંતર્ગત યુવાન સંતોએ પણ વિવિધ વિષયો ઉપર કથાવાર્તા કરી હતી. પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન સાથે આશીર્વચન પાઠવ્યા હતા. અનેક સામાજિક, શૈક્ષણિક, રાષ્ટ્રીય આયોજનો સાથે ૪૭મો જ્ઞાનસત્ર ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. જ્ઞાનસત્ર દરમ્યાન રાષ્ટ્રગૌરવરૂપ ચન્દ્રયાન-૩ના, ચંદ્રની સપાટી ઉપર ઉતરાણનો દિવસ આવતો હોવાથી સમગ્ર સ્ટેજ અને સભામંડપને ચંદ્રયાનની થીમ પ્રમાણે સજાવવામાં આવ્યા હતા.
પ્રથમ દિવસ (૧૭ ઓગસ્ટ, ૨૦૨૩) : સવારે આઠ કલાકની અખંડ ધૂન સાથે જ્ઞાનસત્રનો પ્રારંભ થયો હતો. સાંજે પોથીયાત્રા બાદ પૂજ્ય સ્વામીજીએ કથાનો પ્રારંભ કર્યો હતો.
Day 2
દ્વિતીય દિવસ (૧૮ ઓગસ્ટ, ૨૦૨૩): દરરોજ સત્સંગીજીવન કથા વક્તા પૂજ્ય સ્વામીજી
વ્યાખ્યાનમાળા: શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી અને પુરાણી શ્રી વિશ્વવિહારીદાસજી સ્વામી
દરરોજ મંગલ ઉદ્બોધન : સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી
રાત્રે ગુરુકુલના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ
Day 3
તૃતીય દિવસ (૧૯ ઓગસ્ટ, ૨૦૨૩) :
વ્યાખ્યાન માળા : શાસ્ત્રી શ્રી શુકવલ્લભદાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામી
સાંજની સભામાં વર્ષ દરમ્યાન વિદ્યાદાન તિથિના યજમાનોને આશીર્વાદ
રાત્રે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી અભેસિંહભાઈ રાઠોડ અને સાથીઓ દ્વારા સત્સંગ મનોરંજન કાર્યક્રમ
Day 4
ચતુર્થ દિવસ (૨૦ ઓગસ્ટ, ૨૦૨૩) :
વ્યાખ્યાન માળા : શાસ્ત્રી શ્રી હરિનંદનદાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી
સામાજિક સેવાના ભાગરૂપે રક્તદાન કેમ્પ
બપોરે સાંખ્યયોગી બહેનોની ઉપસ્થિતિમાં મહિલા મંચ કાર્યક્રમ
સાંજની સભામાં ગૌરીપૂજન અંતર્ગત ઉચ્ચ અભ્યાસ કરતી કન્યાઓને શૈક્ષણિક સહાય આપી સન્માન કરવામાં આવ્યું.
આગામી પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવ ઉપક્રમે સ્મૃતિ સભા
રાત્રે બાલિકા-કીશોરી-યુવતી મંડળના સભ્યો દ્વારા મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમ
પંચમ દિવસ (૨૧ ઓગસ્ટ, ૨૦૨૩):
વ્યાખ્યાન માળા : શાસ્ત્રી શ્રી વિશ્વમંગલદાસજી સ્વામી તથા સંસ્કૃત અભ્યાસ કરનારા સંતોના પ્રવચનો.
રાત્રે પરમ પૂજ્ય સ્વામીજી સાથે વિવિધ વિષયો ઉપર પ્રશ્નોત્તરી કરી સંતો અને હરિભક્તોએ સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું
ષષ્ઠ દિવસ (૨૨ ઓગસ્ટ, ૨૦૨૩):
વ્યાખ્યાનમાળા : શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામી
રાષ્ટ્ર ગૌરવરૂપ ચન્દ્રયાન-૩ના, ચંદ્રની સપાટી ઉપર સફળ ઉતરાણનું જીવંત દર્શન બાદ પૂજ્ય સ્વામીજી દ્વારા દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન સાથે ગૌરવ પ્રસંગની ઉજવણી
શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસમાં વિવિધ તપ અને અનુષ્ઠાન કરનારા ગુરુકુલના વિદ્યાર્થીઓને સદ્ગુરુ સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા
રાત્રે સંતો અને વિદ્યાર્થીઓના વિવિધ રાસ સાથે ઠાકર થાળી, રાસોત્સવ
સપ્તમ દિવસ (૨૩ ઓગસ્ટ, ૨૦૨૩) :
વ્યાખ્યાનમાળા : પુરાણી શ્રી ગુણસાગરદાસજી સ્વામી
સાંજે પૂજ્ય સ્વામીજી દ્વારા કથાવાર્તા બાદ યજમાનોને આશીર્વાદ અને જનમંગલ પાઠ સાથે શ્રી ઘનશ્યામ મહારાજનું પૂજન, પોથીપૂજન, વક્તાપૂજન, સંતપૂજન તથા સંહિતા પાઠકો બ્રાહ્મણોના પૂજન બાદ પૂર્ણાહુતિ.