શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩6મી પુણ્યતીથિ
અર્વાચીન સમયમાં પ્રાચીન ગુરુકુલ પરંપરાના સંસ્થાપક અને અનેકવિધ સેવા પ્રકલ્પોના પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩6મી પુણ્યતીથિ (મહા વદ બીજ, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪) નિમિત્તે ધૂન, ભજન, મંત્રલેખન, તપશ્ચર્યા અને વિવિધ અનુષ્ઠાન, રકતદાન કેમ્પ સાથે ગુણાનુવાદ સભા રાખવામાં આવી હતી.
પુણ્યતીથિ નિમિત્તે સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તો દ્વારા ૬૦,૦૦૦ ઉપરાંત વંદુ સહજાનંદ..ના અખંડ પાઠ તથા ૫ કલાક અખંડ ધૂન કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા સત્સંગ વિચરણ કરી રહેલ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ગુણાનુવાદ કરતા જણાવ્યું હતું કે, શાસ્ત્રીજી મહારાજે રાજકોટમાં ગુરુકુલની સ્થાપના કરીને સંપ્રદાયમાં મોટી ક્રાન્તિ આણી છે. પોતે મહાન સંત હતા તો પણ વ્યક્તિ પૂજામાં લેવાયા નથી. ગમે તેવા કપરાં કાળમાં પણ ડગ્યા નથી, અડગ રહ્યા છે. પોતે સાવધાન અને જાગૃત સંત હતા. ભગવાન ઉપર પૂર્ણ ભરોંસો હતો.
આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા સત્સંગ વિચરણ કરી રહેલ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પૂજ્ય ગુરુદેવના ભવ્ય જીવનને યાદ કરતા જણાવેલ કે, શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું અમરેલી જિલ્લાના નાનકડા ખોબા જેવા તરવડા ગામમાં અવતરણ થયું, નાનપણથીજ તેમનામાં જન્મજાત પરમહંસના લક્ષણો હતા. સદ્. બાલમુકુન્દદાસજી સ્વામી દ્વારા એમની મુમુક્ષુતાનું પોષણ થયું હતું. તેમજ સદ્ગુરુ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને સદ્ગુરુ સ્વામી નારાયણદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોની હૂંફથી એ પરમહંસને શ્રીજી મહારાજની અનન્ય નિષ્ઠાની પાંખો ફુટી હતી.
આ ૩૬ મી પુણ્યતીથિ નિમિત્તે ગુરુકુલ મેમનગરના વિદ્યાર્થીઓ દ્વારા ૨૧,૦૦૦ અખંડ વંદુ સહજાનંદ..ના પાઠ, ૩,૬૦૦ જનમંગલ સ્તોત્રપાઠ, ૩,૬૦૦ પ્રદક્ષિણા, ૩૬ કલાક અખંડ મંત્રલેખન અને પ્રદક્ષિણા, ૩૬ કલાક કીર્તન ભક્તિ, ૨૩૬ વિદ્યાર્થીઓ દ્વારા ૩૬ કલાકના ઉપવાસ, ૫૫૧ પરચા પ્રકરણ પાઠ, ૫૫૧ ઓરા આવો શ્યામ સનેહી.. પાઠ, ૫૫૧ હનુમાન ચાલીસના પાઠ, ૧૮૭ મહાપૂજા, ૪૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ૧ માસ સુધી માઘસ્નાન કરવામાં આવેલ.
SGVP ધર્મજીવન હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા ૧૧,૦૦૦ જનમંગળ સ્તોત્ર પાઠ કરવામાં આવ્યા હતા.
SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્રારા ૧,૫૦૦ વંદુ સહજાનંદ..ના પાઠ, ૩૦૦૦ જનમંગલ સ્તોત્રપાઠ, ૨૫૦૦ માળા, ૧૦,૦૦૦ દંડવત અને ૯૦૦ વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પાઠ કરવામાં આવ્યા હતા.
SGVP દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા ૩૬,૦૦૦ દંડવત, ૨૧,૦૦૦ પ્રદક્ષિણા, ૫૧૦૦
વંદુ સહજાનંદ..ના પાઠ, ૯૦ વિદ્યાર્થીઓ દ્વારા ૩૬ કલાકના ઉપવાસ કરવામાં આવેલ.
SGVP રીબડા ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા ૫,૧૦૦ દંડવત, ૫,૧૦૦ પ્રદક્ષિણા, ૩,૬૦૦ વંદુ સહજાનદ..ના પાઠ, ૩૬ વિદ્યાર્થીઓ દ્વારા ઉપવાસ અને ૧૧૦૦ હનુમાન ચાલીસાના પાઠ કરવામા આવ્યા હતા.