Vasant Panchami, 1st day of marvelous season of spring. On this auspicious day along with the foundation day of Gurukul tradition, day of Shikshapatri Jayanti, Birthday of Sadguru Brahmanad Swami & Sadguru Nishkulanand Swami, falls the Pratishtha of Shree Ram-Shyam-Ghanshyam Maharaj at SGVP. On 22 January, 2018 in the holy presence of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Gurukul Parivar celebrated the 13th Anuual Patotsav of Shree Ram-Shyam-Ghansyam Maharaj along with Shikashapatri Jayanti and Shakotsav.
In the pious presence of Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Purani Shree Balkrishnadasji Swmai, Purani Shree Hariswarupdasji Swami all saints, students & devotees, the celebration started with the divine Abhishek of Shree Ram-Shyam-Ghanshyam Maharaj with Panchamrut, various fruit juices, Herbal juices, Tirth Jal from Adalaj step well & other shrines and Kesar Jal.
It was followed by recitation and Poojan of Shikshapatri. Pujya Swami explained the importance of the Shikshapatri. A delicious Annakut was offered to Shree Ram-Shyam-Ghanshyam Maharaj on this annual Pratishtha day consisting various sweet and fried dishes.
Pujya Purani Swami blessed all participants and Sadguru saints performed the Aarati. In the end devotees took the Prasad of Shakotsav.
With the inspiration of Pujya Swamiji, Prasad of Annakut was distributed in rural area schools and centers of mentally retarded & handicapped children.
In the preparation and distribution of Annakut Prasad to students, it took 550 volunteers hours.
SGVP ખાતે ઉજવાયેલ વસંતોત્સવ પ્રસંગે અન્નકૂટ વિતરણ
વસંતપંચમીનો દિન ભારે મહત્વનો છે. આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી હતી. સંપ્રદાયના બે મહાન સંત બ્રહ્માનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ પણ આજે થયો હતો. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ વર્ષો પહેલા ગુરુકુલની સ્થાપના પણ આજે જ કરી હતી. આમ વસંતપંચમીનો દિવસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP ના પ્રાર્થના ભવનમાં વિરાજમાન ભગવાન શ્રીરામ-શ્યામ અને ઘનશ્યામ મહારાજના પાટોત્સવ સાથે ધામધૂમથી ઉજવાય છે.
પાટોત્સવ પ્રસંગે સંતોના સાનિધ્યમાં વિદ્વાન આચાર્યોએ વૈદિક વિધિથી પાટોત્સવની વિધિ કરાવી હતી. વિવિધ તીર્થજળ, ફળોનો રસ, ઔષધિઓનો રસ તેમજ કેસરજળથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. આજ રોજ શિક્ષાપત્રી જયંતિ હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા શિક્ષાર્પાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું.
પાટોત્સવ નિમિત્તે ભગવાનને સો ઉપરાંત વિવિધ મિષ્ટાન્ન-ફરસાણની વાનગીઓ તથા વિવિધ ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી દરવર્ષની જેમ આ વિશાળ અન્નકૂટનો પ્રસાદ દરિદ્રનારાયણને વિતરણ કરવામાં આવ્યો હતો. સાબરમતી આશ્રમની શાળા-કોલેજ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ વગેરે સ્થાઓએ સંતો તથા વિદ્યાર્થીઓ ભગવાનનો પ્રસાદ લઇને પહોંચ્યા હતા અને દરિદ્રોમાં રહેલા નારાયણ જમે છે એવા ભાવ સાથે સૌને પ્રસાદનું વિતરણ કર્યું હતું.
ગુરુકુલમાં દરવર્ષે ભગવાનને મોટા પાયે ચાર અન્નકૂટ ધરાવાય છે. જેમાંથી પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ત્રણ અન્નકૂટનો પ્રસાદ દરિદ્રનારાયણને વહેચવામાં આવે છે.