Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

૩૬મો જ્ઞાનસત્ર

પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ જ્ઞાનસત્રની પરંપરામાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી નિશ્રામાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે યોજાયેલ ૩૬ મા જ્ઞાનસત્રનું દર વર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક સામાજીક કાર્યકમો સાથે ઓગસ્ટ ૧ થી ૭, ૨૦૧૨ દરમ્યાન આયોજન થયું હતું.
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું રસપાન કરાવ્યું હતું. પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચનો કાર્ય હતા. શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંત સ્વામી, શાસ્ત્રી શ્રી ધર્મવત્સલ સ્વામી, શાસ્ત્રી શ્રી વેદાંતસ્વરૂપ સ્વામી, શાસ્ત્રી શ્રી મુનિવત્સલ સ્વામીએ વ્યાખ્યાન માળા અંતર્ગત વિવિધ વિષયો ઉપર માનનીય પ્રવચન આપ્યા હતા.જ્ઞાનસત્ર દરમ્યાન, રક્ષાબંધન પર્વ પ્રસંગે સદ્ગુરુ સંતોએ સંતો અને હરિભક્તોને રક્ષાસુત્ર બાંધ્યા હતા. પૂજ્ય સ્વામીએ રક્ષાબંધન પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું.મહિલામંચમાં સાંખ્યયોગીશ્રીઓની નિશ્રામાં પ્રેરક કથાવાર્તા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.ઠાકર-થાળી, રાસોત્સવ, અમદાવાદ ગુરુકુલના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક કીર્તન ભક્તિ, તથા શ્રી હરીશભાઈ ગઢવી દ્વારા લોક સાહિત્ય તથા સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીની રચનાઓ ઉપર સત્સંગ ડાયરો વગેરે વિવિધ આયોજનો ઉપરાંત પૂજ્ય સ્વામી સાથે પ્રશ્નોત્તરી વગેરે કાર્યક્રમો ખૂબ જ જાણવા તથા માણવા જેવા હતા.અખંડ ભગવત્ પરાયણ પૂજ્ય શ્રી જોગી સ્વામીની સ્મૃતિમાં, ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’ના ઉપક્રમે ગુરુકુલમાં યૂરોલોજિકલ કેમ્પ, દંત ચિકિત્સા કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ વગેરે યોજવામાં આવેલ.આ કેમ્પમાં ૧૨૬ બોટલ રકતદાન થયું હતું. દંતયજ્ઞમાં ૧૧૧ પેશન્ટમાંથી ૨૬ દર્દીઓની જલંધર પદ્ધત્તિથી દંત ચિકિત્સા કરવામાં આવી હતી. યૂરોલોજીકલ કેમ્પમાં ૨૫ દર્દીઓને તપાસી તેમાંથી ૯ દર્દીઓનું નિઃશુલ્ક ઓપરેશન, દવા વગેરે કરવામાં આવ્યા હતા. કુલ ૧૦૮ યૂરોલોજિકલ દર્દીઓને તપાસી, ઓપરેશન તેમજ અન્ય સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે.આ ઉપરાંત આયુર્વેદના અગ્નિ કર્મ નિદાન કેમ્પમાં સાઇટિકા, હાડકાનાં રોગો, રક્તમોક્ષણ કેમ્પમાં ચામડીના રોગો, અનિદ્રા વગેરે રોગોના દર્દીઓની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન અને દવા આપવામાં આવેલ.આ પ્રસંગે પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે આ તમામ સેવાકીય આયોજનો પૂજ્ય શ્રી જોગી સ્વામીના ૧૦૮ વર્ષના મહોત્સવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યા છે.આ સાથે એસજીવીપી ગુરુકુલ તેમજ અમદાવાદ ગુરુકુલમા આયુર્વેદિક દવાખાનામાં એક અઠવાડિયા માટે સર્વરોગ નિદાન તેમજ ફ્રી દવા આપવામાં આવેલ.એસજીવીપી ગુરુકુલ તેમજ અમદાવાદ ગુરુકુલ તરફથી થતા આવા વિવિધ આયોજનો છેવાડાના માણસો નિરોગી રહે, સંસ્કારી બને અને શૈક્ષણિક રીતે પ્રગતિ સાધે એ માટેના હોય છે.એસજીવીપી ગુરુકુલ દ્વારા હજુ ગુજરાતના અન્ય ગામડાંઓમાં નિઃશુલ્ક કેમ્પોનું આયોજન કરવામાં આવશે. જેમાં દર્દીઓને દવા સાથે સંપૂર્ણ સારવાર આપવામાં આવશે.આ ઉપરાંત ગરીબ પરિવારની ૧૦૮ દિકરીઓને એસ .એસ. સી. બાદ કોલેજ સુધી ભણાવવાનો પણ સંકલ્પ કરેલો છે.આ કેમ્પોમાં ડો. ઘનશ્યામભાઇ જાગાણી તેમજ આયુર્વેદમાં વૈદ્ય પ્રવિણભાઇ હિરપરાનો સારો એવો સહકાર મળી રહેલ છે. ઉપરાંત યૂરોલોજિકલ કેમ્પમાં ડો. કમલેશ પટેલ અને ડો. રોનક શાહ, બ્લડ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ સાઉથ અમદાવાદ, દંતયજ્ઞમાં વૈદ્ય હરીન્દ્ર દવે, નાયબ નિયામકશ્રી ગુજરાત આયુર્વેદિક સેન્ટર, અગ્નિ કર્મ નિદાન કેમ્પમાં વૈદ્ય જિજ્ઞેશ પટેલ, વૈદ્ય ચિરાગ પટેલ તેમજ રકત મોક્ષણમાં વૈદ્ય સંકેત પટેલ સેવા આપી રહ્યા છે.આ જ્ઞાનસત્ર માં શ્રી ડાહ્યાભાઈ ભગવાનભાઈ પટેલ, સુપુત્ર કૌશલ મુખ્ય યજમાન રહ્યા હતા. ઉપરાંત શ્રી દેવરાજભાઈ હરજીભાઈ મુળજીભાઈ વરસાણીની પવિત્ર સ્મૃતિમાં શ્રી ધનબાઇ દેવરાજભાઈ હરજીભાઈ વરસાણી – ભારાસર, શ્રી વિરજીભાઈ હરદાસભાઈ દેસાઈ, શ્રી ભાવેશભાઈ લાલજીભાઈ દુધાત, શ્રી હિતેશભાઈ પ્રાગજીભાઈ કાથરોટીયા – મોતીસર, શ્રી અજીતભાઈ કેશુભાઈ પટેલે સહયજમાન તરીકે લાભ લીધો હતો.અનેકવિધ ધાર્મિક તથા સામાજીક કાર્યક્રમો સાથે સંપન્ન થયેલ આ જ્ઞાનસત્રમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, જુનાગઢ, હિંમતનગર, વડોદરા, સુરત, વાપી, વલસાડ, મુંબઈ વગેરે અનેક સ્થાનોએ થી હરિભક્તોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
Picture Gallery
 

 

Achieved

Category

Tags