શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર, અમદાવાદ ખાતે સદ્ગુરુ પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી સ્વામી, સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીના સાનિધ્યમાં મેમનગર ગુરુકુલમાં વિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજનો ૧૯મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉદ્બોધિત વચનામૃતની ૧૯૫મી જયંતી પૂજન સાથે ઉજવવામાં આવી હતી. સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિય દાસજી સ્વામીએ ટેલીફોનીક માધ્યમથી આશીર્વાદ પાઠવ્યા હતાં.
આ પાટોત્સવ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડશોચાર પૂજન, તેમજ કાવડથી જલગરિયા દ્વારા લઇ આવેલ અડાલજના જળ તેમજ ગંગા-યમુના-સરસ્વતી-ગંડકી અને માનસરોવરના પવિત્ર જળ, તમામ વનસ્પતિ, ફળો અને પંચગવ્યથી શ્રી ઘનશ્યામ મહારાજના ષોડશોપચાર સાથે વેદોકત વિધિથી મહાઅભિષેક કરવામાં આવેલ.
વચનામૃત ગ્રંથની ૧૯૫મી જયંતી નિમિત્તે ગ્રંથ પૂજન તથા સભામાં કથાવાર્તા કરવામાં આવી. ત્યારબાદ ઠાકોરજીને અન્નકૂટ ધરાવી મહાઆરતી કરવામાં આવી હતી.
અન્નકૂટની પ્રસાદી હોસ્પિટલ તેમજ ગરીબોમાં અને બાળકોમાં વહેંચવામાં આવી હતી.
Photo Gallery