Photo Gallery
શરદપૂર્ણિમાના પુનિત પર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી અમદાવાદ દ્વારા સદાવ્રતનો શુભારંભ કરવામાં આવેલ છે.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી આરંભ થયેલા સદાવ્રતમાં દરરોજ ૫૦૦ ઉપરાંત જરુરિયાતમંદ ગરીબોને ભોજન પીરસવામાં આવશે.
સદાવ્રત પ્રારંભે ભગવાનની મહાપૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ પૂજ્ય સ્વામીજી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે સદાવ્રત પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે ગુરુકુલના ટ્રસ્ટી શ્રી વિપુલભાઇ ગજેરા, નિવૃત જજ શ્રી ઢોલરિયા સાહેબ, શ્રી વલ્લભભાઇ બાબરિયા, શ્રી રવજીભાઇ મોશીવાળા, ડો. ચિરાગભાઇ જોષી, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદઘાટન પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, ભૂખ્યા માણસની જઠરાગ્નિને ઠારવી એ મોટું પૂણ્ય છે. જઠરાગ્નિ શાંત હશે તો સહેજે જ સમાજના કેટલાક દુષણો દૂર રહેશે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં સદાવ્રતો દ્વારા અનેક લોકોને જમાડતા. એ પરંપરાનો પ્રારંભ આજે એસજીવીપી ગુરુકુલ ખાતે થઇ રહ્યો છે, ત્યારે ખૂબ આનંદ થાયછે.
આ સદાવ્રતમાં આવીને જે પ્રસાદ લેશે તેમનું ભગવાન અવશ્ય સારું કરશે, એવો અમને વિશ્વાસ છે.
આ સદાવ્રતમાં જે જે ભકતોએ સહયોગ આપ્યો છે, એ તમામ ભકતો ઉપર ભગવાનની કૃપા વરસતી રહે એવી પ્રાર્થના કરીએ છીએ.