Photo Gallery
વસંત પંચમી, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા ગુરુકુલ પરંપરાની સ્થાપનાનો દિવસ, SGVP ગુરુકુલ ખાતે શ્રી રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા દિવસ.
તા. ૦૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજના ૧૭માં પાટોત્સવ મહોત્સવ પ્રસંગે, શ્રીજી પ્રસાદીભૂત અડાલજ વાવના પવિત્ર જળને ૧૨૧ કુંભમાં સ્થાપન કરી ૧૨૧ બહેનોએ તેનું પૂજન કર્યું હતું. ગુરુકુલ પરિસરમાં જલયાત્રા બાદ પ્રાર્થના મંદિરમાં શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજ સન્મુખ જલકુંભ સ્થાપન કરી સદ્ગુરુ સંતોએ આરતી ઉતારી હતી.
વસંત પંચમીના રોજ વહેલી સવારે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતો, હરિભક્તોના સાનિધ્યમાં, વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પંચામૃત, તીર્થ જળ, વિવિધ ઔષધિઓ, ચંદન તથા કેસર જળથી દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો.
અભિષેક દર્શન બાદ શિક્ષાપત્રી જયંતિના ઉપલક્ષ્યમાં, સંતો હરિભક્તોએ સસ્વર શિક્ષાપત્રીનું ગાન કર્યું હતું. સદ્ગુરુ સંતો સાથે સર્વે ભક્તોએ શિક્ષાપત્રીનું પૂજન કર્યું હતું. પૂજ્ય સ્વામીજી શિક્ષાપત્રીના સંદેશાઓનું રહસ્ય સમજાવ્યું હતું.
શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજને ૧૦૮ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી તમામ અન્નકૂટ ગરીબો, મજૂરો, દિવ્યાંગ શાળાઓમાં તથા જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવામાં આવ્યો હતો.