Photo Gallery
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વસંતપંચમી મહોત્સવ પ્રસંગે ચતુર્વિધ કાર્યક્રમ – શિક્ષાપત્રી જયંતી, રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો ૧૮મો પાટોત્સવ, પ્રજાસત્તાક પર્વ અને શાકોત્સવ ઉજવાયો હતો. ગુરુકુલ પરંપરાનો સ્થાપના દિવસ અને સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના જન્મજયંતીના શુભ સંયોગથી વસંતપંચમી મહોત્સવ ગુરુકુલ પરિવાર માટે સવિશેષ મહત્ત્વનો બની રહે છે.
૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ પ્રસાદીની અડાલજ વાવ અને નર્મદા નદીના જળનું ૧૦૮ બહેનો દ્વારા પૂજન સાથે ભવ્ય જલયાત્રાનું સદ્ગુરુ સંતોએ સ્વાગત કર્યું હતું.
વસંત પંચમીના રોજ વહેલી સવારે પંચામૃત, પંચગવ્ય, કેસર જળ, વિવિધ તીર્થ જળ, અને ઔષધિ જળથી શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો. યજમાનોને આશીર્વાદ બાદ સૌ સંતો, ભક્તો અને વિદ્યાર્થીઓએ શિક્ષાપત્રીનો પાઠ કર્યો હતો. શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને અન્નકૂટ ધરાવાયો હતો. સદગુરુ સંતોએ શિક્ષાપત્રી ગ્રન્થનું પૂજન કરી અન્નકૂટની આરતી ઉતારી હતી.
પૂજ્ય સ્વામીજીએ શિક્ષાપત્રીનો મહિમા સમજાવતા જણાવ્યું હતુ કે શિક્ષાપત્રી તો સર્વ ગ્રન્થોમાં શિરમોડ છે. જેમાં તમામ શાસ્ત્રોનો સાર છે
પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અન્નકૂટનો પ્રસાદ ગરીબો, કારીગર વર્ગ અને શાળાના બાળકોને વહેચવામા આવ્યો હતો.