પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પવિત્ર સ્મૃતિમાં ‘સદ્ગુરુ વંદના મહોત્સવ’ના ઉપક્રમે, વડોદરાના શ્રી નિર્મળભાઇ રમણભાઇ ઠક્કર પરિવારના યજમાન પદે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને, શ્રી લક્ષ્મીનારાયણ ફાર્મ અટલાદરા-વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ ગ્રન્થરાજ શ્રીમદ્ સત્સંગિજીવનની સપ્તાહ પારાયણનું તા.૧ થી ૭ ઓક્ટોબર ૨૦૧૨ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.કથાના પ્રથમ દિવસે યજમાનના નિવાસ સ્થાનેથી કથા સ્થળ સુધી પોથી યાત્રા કાઢવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો જોડાયા હતા.કથાના પ્રારંભે કથાના યજમાન શ્રી નિર્મળભાઇ ઠક્કર, શ્રી ધીરુભાઇ અસ્વાર, શ્રી મુકેશભાઇ ઠક્કર, શ્રી કમલેશભાઇ ઠક્કર, શ્રી કાંતિભાઇ પટેલ, શ્રી શિવજીભાઇ પટેલ, શ્રી હરજીભાઇ વેલાણી, શ્રી નરેન્દ્રભાઇ પટેલ, શ્રી મુકુન્દભાઇ પટેલ, શ્રી રોહિતભાઇ ઢોલરિયા વગેરેએ પોથીજીનું તથા વકતાશ્રીનું પૂજન કર્યું હતું.કથાના પ્રારંભમાં વક્તા શ્રી માધવપ્રિયદાસજી સ્વા્મીએ સત્સંગીજીવન ગ્રન્થનું માહાત્મ્ય સમજાવતા જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગિજીવન ગ્રન્થ શિરમોડ છે. જેની રચના સદ્ગુરુ શ્રી શતાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં જ કરેલ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટયથી માંડીને તમામ લિલા ચરિત્રોથી ભરપુર આ ગ્રન્થ છે.કથા પ્રસંગ દરમ્યાન ઠાકરથાળી, લોકસાહિત્યકાર શ્રી હરેશદાન ગઢવી તથા શ્રી ધનસુખભાઈ ટાંક દ્વારા સત્સંગ મનોરંજન, ગવૈયા શ્રી દિનેશભાઇ વઘાસીયા દ્વારા ભજન સંધ્યા રાખવામાં આવી હતી.તા. ૫-૧૦-૧૨ શુક્રવારના રોજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પધારી પ્રસંગને સવિશેષ દીપાવ્યો હતો. આચાર્ય મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યાંમાં હરિભકતો, ભાઇઓ અને બહેનો કથા શ્રવણ કરી રહયા છો, તે જોઇને અત્યંત રાજી થવાય છે.હું તો શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના મુખે ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોની કથા સાંભળવા આવ્યો છું. માધવપ્રિયદાસજી સ્વામી મહાન વિદ્વાન સંત છે. તેમના મુખે ભગવાનના ચરિત્રો સાંભળવા એ જીવનનો લ્હાવો છે. મને પણ તેમના મુખે ભગવાનની કથા સાંભળવામાં ખૂબજ આનંદ આવે છે. માધવપ્રિયદાસજી સ્વામી સંપ્રદાયનું ઘરેણું છે. તેમણે વિદેશમાં પણ જઇને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ સંસ્કૃતિનો વિજય ધ્વજ લહેરાવ્યો છે. આવા સંતો હશે ત્યાં સુધી સંપ્રદાયને ઉની આંચ પણ નહીં આવે.કથા દરમ્યાન સદ્ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ મંગલ ઉદ્બોધન કર્યું હતું.વડતાલથી પૂજ્ય ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શ્રી નિલકંઠચરણદાસજી સ્વામી,પૂજ્ય શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય શ્રી સંતવલ્લ્ભદાસજી સ્વામી, પૂજ્ય શ્રી દેવસ્વરુપદાસજી સ્વામી, કુંડળથી પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, વાડી મંદિરથી પૂજ્ય શ્રી કે.કે. સ્વામી, હરિનગર મંદિરથી શ્રી શ્રીરંગદાસજી સ્વામી, રાજકોટ આર્ષ વિદ્યા મંદિરથી સ્વામી પરમાત્માનંદજી, કલાલીથી પૂજ્ય શ્રી હરિમુકુંદદાસજી સ્વામી,વાસદથી પૂજ્ય શ્રી વિષ્ણુસ્વામી, કારેલી બાગ મંદિરથી પૂજ્ય શ્રી દિવ્ય સ્વરુપદાસજી સ્વામી, પૂજ્ય શ્રી ધર્મસ્વરુપદાસજી સ્વામી, વિદ્યાનગર ગુરુકુલથી પૂજ્ય શ્રી પી.સી. સ્વામી વગેરે સંતો મહંતોએ ઉપસ્થિત રહી યજમાનોને આશીર્વાદ પાઠવ્યા હતાં.
Picture Gallery