રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીમદ્દ ભાગવત્ કથા-પારાયણ
અખંડ ભગવત પરાયણ પૂજય જોગી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં, અ.નિ.પિતાશ્રી માધાભાઇ રામજીભાઇ વઘાસિયા, અ.નિ. માતુશ્રી નાથીબેન તથા અ.નિ. સાંખ્ય યોગી શ્રીચંપાબેનની પવિત્ર સ્મૃતિમાં, શ્રી ધીરુભાઇ માધાભાઇ વઘાસિયા પરિવાર દ્વારા રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી લક્ષ્મીનારાયણાદિક દેવોના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી માધવજીવનદાસજી સ્વામીના વકતા પદે તા.૨૯-૧૧-૨૦૧૧થી તા.૫-૧૨-૨૦૧૧ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.
કથા પૂર્વે બાલાજી હનુમાનજી મંદિરથી ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી. આ સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા મોટી સંખ્યામાં સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા, સમૂહ મહાપૂજા, શ્રીલક્ષ્મીનારાયણાદિક દેવોનો અભિષેક-પાટોત્સવ તથા અન્નકૂટ દર્શન તેમજ શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, શ્રી મહાવિષ્ણુયાગ, ધ્વજારોહણ, રકતદાન કેમ્પ વગેરે ધાર્મિક તેમજ સામાજિક આયોજનો મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યા હતા.
તા.૨-૧૨-૧૧ના રોજ પાટોત્સવના દિવસે મહાભિષેક તથા અન્નકૂટ દર્શન બાદ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી તથા ઋષિકુમારો દ્વારા ભવ્ય રાજોપચાર વિધિ કરવામાં આવ્યો હતો. આ રાજોપચાર મહાપૂજનમાં વૈદિક ઉપચારો, રાજાશાહી ઉપહારો સમર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખ્યાતનામ વિવિધ કલાકારો, મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ તેમજ દેવ ઉત્સવ મંડળ દ્વારા વિવિધ કલાઓ પ્રર્દિશત કરવામાં આવી હતી. રાજોપચાર પૂજનના યજમાન શ્રીચેતનભાઇ ગોંડલીયા, શ્રીહિંમતભાઇ ચોડવડિયા, શ્રીઅશ્વિનભાઇ ચોવટીયા તથા શ્રી હસમુખભાઇ હતા. પાટોત્સવ શ્રીવિનોદભાઇ રણછોડભાઇ પાટડીયાના યજમાન પદે કરવામાં આવ્યો હતો.
પ.પૂ.ધ.ધુ.મહારાજશ્રીએ આ તમામ આયોજનોથી પ્રસન્ન થઇ યજમાનો અને કાર્યકર્તાઓ તેમજ સંતો અને ભાવિક ભક્તજનોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, તથા પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી વગેરે સંતોએ શુભાશીર્વાદ આપ્યા હતા.
Picture Gallery