શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટરના ટુંક સમયમાં થનાર ઉદ્ધાટનના ઉપક્રમે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અમદાવાદ એસજીવીપી ખાતે તા.૨૪ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ ૧૧૧૧ વ્યકિતઓ ઉપર આયુર્વેદ ક્ષેત્રે ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડઝમાં સૌ પ્રથમવાર ૫૦ મિનિટ સુધી ભારતીય સંગીતના સુમધુર ધ્વની સુધી ૧૧૧૧ શિરોધારા ચિકિત્સાનો પ્રયોગ થયો. આયુર્વેદ ક્ષેત્રે આ રીતે નોંધાયેલ આ સર્વ પ્રથમ વિશ્વવિક્રમની ઐતિહાસિક ઘટના પ્રસંગે એસજીવીપી ગુરુકુલનું ક્રિકેટ ગ્રાઉન્ડ શિરોધારા કાર્નિવલમાં ફેરવાઇ ગયું હતું.
જ્યારે ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડઝના જજ મિ. એહેમદ ગબરે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને વિશ્વવિક્રમનું પ્રમાણ પત્ર એનાયત કર્યુ ત્યારે ઉપસ્થિત મેદનીએ તાળીઓના ગડગડાટ અને આતશબાજીથી પ્રસંગને વધાવી લીધો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી ગૌતમભાઇ શાહે આ ઘટનાના સાક્ષી અને આ શીરોધારાના લાભાર્થીઓ બન્યા હતા. વિવિધ રાજ્યોમાંથી એકત્રિત થયેલ ૧૧૧૧ વૈદ્યોએ એક સાથે શિરોધારા ચિકિત્સા કરાવી અને ૧૧૧૧ લાભાર્થીઓ શીરોધારા ચિકિત્સા અનુભવી હતી.
આ ગ્રિનીઝ વર્લ્ડ રેકર્ડ સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની અન્ય ત્રણ સંસ્થાઓ – એવરેસ્ટ વર્લ્ડ રેકોર્ડ, સુપર્બ વર્લ્ડ રેકોર્ડ અને ક્રિએટીવ વર્લ્ડ રેકોર્ડ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની સાત વિક્રમ પ્રમાણિત કરતી સંસ્થાઓ – વન્ડર બુક ઓફ રેકર્ડઝ, ભારત બુક ઓફ રેકર્ડઝ, ઇન્ડીયા સ્ટાર બુક ઓફ રેકર્ડઝ, જિનીયસ બુક ઓફ રેકર્ડઝ, ગોલ્ડન સ્ટાર ફોરમ, સેવન સ્ટાર એમેઝીંગ વર્લ્ડ રેકર્ડઝ, ઉત્તર પ્રદેશ બુક ઓફ રેકર્ડઝ – એ પોતાના રેકર્ડબુકમાં શિરોધારા ચિકિત્સાના વિશ્વવિક્રમને સ્થાન આપી પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.
આ અંગે શિરોધારા ચિકિત્સાની માહિતી આપતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ વર્લ્ડ રેકોર્ડનો હેતુ આયુર્વેદની શ્રેષ્ઠ ચિકિત્સા પદ્ધત્તિને વિશ્વ સ્તરે ઉજાગર કરવાનો છે
કપાળ ઉપર કે જ્યાં આજ્ઞા કેન્દ્ર આવેલું છે તેની આસપાસ એક મુહુર્ત એટલે કે ૪૮ મિનીટ ઔષધ સતત ધારા થતી રહે છે. ધારાનું આ સાતત્ય, વારંવાર ખંડિત થતી મનોવૃત્તિને અખંડ કરે છે, કેન્દ્રિત કરે છે. જે સહજ ધ્યાનમાં પરિવર્તિત થઇ જાય છે. જેને કારણે વિચારો શૂન્ય થઇ જાય છે. તેથી મન શૂન્ય થઇ જાય છે. અને મન શૂન્ય થઇ જાય ત્યારેજ શાંતિનો પ્રાદુર્ભાવ થાય છે.
http://guinnessworldrecords.com/world-records/434671-most-people-receiving-a-shirodhara-massage-treatment-simultaneously