મેમનગર ગુરુકુલમાં સાંખ્યયોગી બહેનોના હસ્તે ગૌરીપૂજન પ્રસંગે કન્યાઓને શિક્ષણસહાય ચેક અર્પણ કરાયા.
મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે, પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શા. માધવપ્રિયદાજી સ્વામીના વ્યાસાસને તેમજ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે શરુ થયેલ ચાલીસમાં જ્ઞાનસત્રની ભવ્ય રીતે પૂર્ણાહૂતિ થયેલ છે.
કથા પ્રારંભ પહેલા, ગુરુકુલના મધ્ય ખંડમાં સવારથી સાંજે ૫-૩૦ સુધી ગુજરાતમાં શાંતિ જળવાઇ રહે, ખૂબ સારો વરસાદ થાય તે માટે ગુરુકુલના તમામ સંતો-વિદ્યાર્થીઓએ ૧૦ કલાકની અખંડ ધૂન કરી હતી.
કથાની પૂર્ણાહૂતિની પૂર્વ સંધ્યાએ પૂ. શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ૫૦ જેટલા યુવાનો જે મેડિકલ અથવા એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા હોય અને આર્થિક રીતે નબળાં હોય તેને જયાં સુધી તેનો અભ્યાસ પુરો થાય ત્યાં સુધી વગર વ્યાજની લોન પેટે ચેક અર્પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે ગૌરી પૂજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં જે દિકરીઓ ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતી હોય પણ આર્થિક રીતે નબળાં હોય તેવી દિકરીઓ, તેમજ જેણે આપણાં દેશ ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી હોય તેવા શહીદોની ૧૪૭ કન્યાઓને શિક્ષણ સહાય તરીકે નાગપુર તેમજ દુધાળાની સાંખ્યયોગી બહેનોએ, દુપટ્ટો બંધાવી, હાર પહેરાવીને શિક્ષણ સહાયનો ચેક અર્પણ કરી, બહેનો શિક્ષણ ક્ષેત્રે આગળ આવે, પરિવાર તથા દેશનું ગૌરવ વધારે તેવા આશીર્વાદ આપ્યા હતા.
પૂ.માધવપ્રિયદાસજી સ્વામીને સભામાં સંબોધન કર્યુ હતું. કે યુવાનો નિર્વ્યસની રહે, કુસંગનો ત્યાગ કરે અને પોતાના દેશને વફાદાર રહે. જીવનમાં ગમે તેવા સંકટો આવે તો પણ ધીરજ ગુમાવે નહીં. આપણાં વાણી અને વર્તનથી કોઇનું દિલ દુભાય નહીં તેની કાળજી રાખજો. પત્થરના ભવનો ભાંગે તે ફરીથી ચણી શકાય છે પણ દિલ મંદિર તૂટે પછી સમારવા કઠિન છે.
Newspaper Link follow :
http://www.akilanews.com/10082016/gujarat-news/1470811294-48201