ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા ચાર-પાાંચ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તેના પરિણામે ખાસ કરીને બનાસકાઠાના ગામડાંઓમાં મનુષ્ય, પશુઓ અને માલાસામાનની ખૂબજ ખાના ખરબી થયેલ છે. હજારો પશુધન પાણીમાં તણાઇ ગયેલ છે. હજારો લોકો બેઘર થઇ ગયેલ છે. કેટલાય લોકો સ્થળાંતર કરી ગયા છે. ત્યારે આવા વિકટ સમયમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે સંતો સહિત ૫૦ જેટલા સ્વયંસેવકોએ થરા તાલુકાના કાંકરેજ, ખેંગારપુર, કરશનગઢ, ઉણ, ભલગામ, ભદ્રીવાડી, માનપુર, વાલપુરા, ધરવડી, ખારીચા, બલોચપુર વગેરે ગામોમાં જાતે જઇ ૨૫,૦૦૦ ફુડ પેકેટો તેમજ ૨૫,૦૦૦ પાણીના પાઉચનું વિતરણ કરેલ છે અને પુરપીડિત લોકોને શાંત્વના આપેલ છે. Donate at www.swaminarayangurukul.org/donate
Picture Gallery