Photo Gallery
પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી તા. ૧૦ માર્ચ ૨૦૨૨ના રોજ વારાણસી પધાર્યા હતા. વારાણસીમાં સ્વામીશ્રીએ તાજેતરમાં જ જેમને પદ્મવિભૂષણ પદવી પ્રાપ્ત થઈ એવા પંડિતશ્રી વશિષ્ઠ ત્રિપાઠીજીનું બહુમાન કર્યું હતું. આદણીય વશિષ્ઠ ત્રિપાઠીજી ન્યાયશાસ્ત્રના શ્રેષ્ઠ વિદ્વાન છે, એમનું જીવન ઋષિતુલ્ય છે, વિદ્યાના આદાન-પ્રદાન સિવાય કોઈ વ્યાવહારિક વિષયોમેં એમની રૂચિ નથી.
આ પ્રસંગે કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય પંડિત શ્રીકાંતજીએ તથા બનારસ હિન્દુ યુનિવર્સિટીના વેદવિભાગાધ્યક્ષ શ્રી ભદવદ્શરણ શુક્લાજીએ મંત્રગાન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત વિદ્વાનોએ સ્વામીશ્રીનો પણ સત્કાર કર્યો હતો.
આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબે પદ્મવિભૂષણ પદવી માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી એ બદલ એમને અભિનંદન. યોગાનુયોગ આજે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં યોગીજીનો ભવ્ય વિજય થયો છે, એટલે એમને પણ અભિનંદન.
વર્ષો પહેલા હું વારાણસીમાં અભ્યાસ કરતો, ત્યારથી આદરણીય વશિષ્ઠ ગુરુજી મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી ધરાવે છે.
આજે પંચાશી વર્ષની ઉંમરે પણ એમની ઊર્જા અને સ્ફૂર્તિ યુવાનોને શરમાવે એવી છે. આદણીય વશિષ્ઠ ગુરુજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુઓને પ્રેમથી ભણાવ્યા છે અને એમની મર્યાદા સચવાય એવી તમામ વ્યવસ્થાઓ કરી છે.
સ્વામીજીએ પોતાના પ્રવચનમાં પોતાના અભ્યાસકાળ સમયના કાશીના જૂના જૂના પંડિતો અને સંસ્મરણોને
યાદ કર્યા હતા, ત્યારે સમગ્ર વાતાવરણ ભાવવાહી બન્યું. એસજીવીપી ગુરુકુલ દ્વારા ચાલતા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની સંસ્કૃત પ્રચાર-પ્રસારની પ્રવૃત્તિઓથી સર્વે પંડિતો પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે શ્રીસોમનાથ યુનિવર્સિટી, ગુજરાતના ભૂતપૂર્વ કુલપતિશ્રી ગોપબન્ધુજી મિશ્ર, સુપ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રમૌલીજી, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના દર્શન વિભાગાધ્યક્ષ શ્રીઅધિકારીજી, વેદાંત વિભાગાધ્યક્ષ રામકિશોર ત્રિપાઠીજી, બનારસ હિન્દુ યુનિવર્સિટી વૈદિક વિજ્ઞાન શંકાયના ડાયરેક્ટર ઉપેન્દ્ર ત્રિપાઠીજી, પંડિત સુધાકર મિશ્રજી, પંડિતશ્રી પંકજજી, વારાણસી નગરીના સંરક્ષક અર્થાત્ કોટવાલ ગણાતા ભૈરવજીના મંદિરના પ્રધાન પ્રબંધક અજીત મિશ્રાજી, બી.એચ.યુ. સાહિત્ય વિભાગના અધ્યક્ષ શિવકુમારજી શાસ્ત્રી, સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. સુખદેવજી વગેરે અનેક વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.
બી.એચ.યુ. આગમ વિભાગાધ્યક્ષ કમલેશ ઝા તથા વ્યાકરણ વિભાગાધ્યક્ષ વ્રજભૂષણ ઓઝાજીએ આ કાર્યક્રમનું સંકલન કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
કાશી વિશ્વનાથ મંદિરના પ્રધાન અધ્યક્ષ પંડિત શ્રીકાંતજીએ બાબા વિશ્વનાથજીના રાજભોગ સમયે સ્વામીશ્રી માટે દર્શન અને પૂજનની ખાસ વ્યવસ્થા કરી હતી. સ્વામીશ્રીએ એક કલાક સુધી આ દિવ્ય પૂજનવિધિમાં લાભ લીધો હતો.
સ્વામીશ્રી જણાવે છે કે, આવો દુર્લભ અવસર મળ્યો એ મારા જીવનની દિવ્ય અને ધન્ય ક્ષણો હતી.
૧૪ માર્ચ ૨૦૨૧
પ્રાચીન કાળથી વિદ્વાનોની નગરી તરીકે પ્રસિદ્ધ વારાણસીમાં આગમન પ્રસંગે સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની વારાણસીના યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન બનારસ હિન્દુ યુનિવર્સિટીના ચાન્સલર સુધીર કુમાર જૈન તથા સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના ચાન્સલર હરિરામ ત્રિપાઠીજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ખાસ કરીને સુધીર કુમારજીએ ગુજરાતના આઈઆઈટી વિભાગના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેઓશ્રીએ ગુજરાત પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં મારા કાર્યકાળના દિવસોને દિવસોને હું શ્રેષ્ઠ માનું છું. ગુજરાતે મને બહુ પ્રેમ આપ્યો છે. ગુજરાતને હું ભૂલી શકું એમ નથી.
સ્વામીશ્રીએ એમની સાથે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા વિષે મહત્ત્વની ચર્ચાઓ કરી હતી.
આ પ્રસંગે સ્વામીશ્રીએ બી.એચ.યુ.ના કુલસચિવશ્રી નિરજજી તથા કુલગુરુ બી.સી. શુક્લાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. શુક્લાજીએ બી.એચ.યુ. દ્વારા હિન્દુઇઝમનો કોર્સ શરૂ કરેલો છે. એમાં પ્રવચન આપવા માટે સ્વામીશ્રીને હાર્દિક નિમંત્રણ આપ્યું હતું.
ત્યાર પછી સ્વામીશ્રી બી.એચ.યુ.માં આવેલ વૈદિક વિજ્ઞાન શંકાયના અધ્યક્ષ ઉપેન્દ્ર ત્રિપાઠીજીના આગ્રહથી આ કેન્દ્રની મુલાકાતે પધાર્યા હતા. અહીંયા વેદ અને વિજ્ઞાન વિષે થઈ રહેલા રીસર્ચથી સ્વામીજીને ખૂબ જ આનંદ થયો હતો.
સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, મારા હૃદયમાં વેદ અને વિજ્ઞાન વિષે જે મંથન ચાલી રહ્યું, એનું મૂર્તરૂપ મને અહીં દેખાય છે. વેદ જ્ઞાન-વિજ્ઞાનનો સાગર છે, જે પ્રશ્નોના સમાધાન વિજ્ઞાનથી નથી મળતા, એ પ્રશ્નોના સમાધાન વેદમાં મળે છે.
બી.એચ.યુ. જેવા વિશ્વપ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય કક્ષાએ આવું કાર્ય થતું જોઈને ખૂબ આનંદ થાય છે.
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને યુ.પી.ના મુખ્યમંત્રીશ્રી યોગીજીએ આ વિભાગના નિર્માણ માટે કરોડોનું યોગદાન આપેલું છે અને આ શંકાયનું ખાતમૂહુર્ત પણ માનનીય વડાપ્રધાનશ્રીના હાથે થયેલું છે.
આઝાદીના પંચોત્તેર વર્ષના ઇતિહાસમાં આવું કાર્ય થયું નથી. આ માટે આપણા વિઝનરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.
આદરણીય પંડિત ત્રિપાઠીજીએ સ્વામીશ્રીને વેદ અને વિજ્ઞાન વિષે પ્રવચન આપવા હાર્દિક નિમંત્રણ આપ્યું હતું.