Photo Gallery
શ્રીજી મહારાજના લાડીલા, સાધુગુણે સંપન્ન, પ. પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના અનન્ય કૃપાપાત્ર, ભજનિક, સેવાપરાયણ, સદવિદ્યાના તંત્રીશ્રી પ. પૂ. શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી ભાદરવા સુદ નવમી, શ્રીહરિજયંતિ તા. ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ વહેલી સવારે ભગવદ્ સ્મરણ કરતા અક્ષરવાસી થયા છે.
ગુરુકુલ પરિવારના સંતો, હરિભક્તો તથા સંપ્રદાયના અગ્રગણ્ય સંતોની ઉપસ્થિતિમાં ભાવભરી ભાવાંજલી સાથે તેમનો અંતિમ સંસ્કાર રાજકોટ મુકામે રામનાથપરા મુક્તિધામ ખાતે સંપન્ન થયો.