પૂજ્ય પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા – અમદાવાદ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં નાનપણમાં અભ્યાસ કરવા આવી, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય જોગી સ્વામીના સમાગમથી વૈરાગ્ય ઉપજતા શ્રી શ્રીહરિદાસજી સ્વામી તરીકે ભાગવતી દિક્ષા ગ્રહણ કરી.
ગુરુકુલમાં વરસો સુધી વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરી, સૌરાષ્ટ્રના ૫૦ ઉપરાંત મંદિરોનું નિર્માણ કરી હજારો મુમુક્ષુઓને ભગવત માર્ગે વાળનાર શ્રીહરિદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે એક હાથમાં સત્સંગની શુભ વાર્તાનું પુસ્તક અને બીજા હાથમાં માળા ફેરવતા ભગવાનના સ્મરણ સાથે તા.૩૧ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ ધામમાં જતા, તેમની શ્રદ્ધાંજલિ સભા તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ ગુરુકુલ અમદાવાદ ખાતે વિશાળ સંખ્યામાં સંતો અને હરિભકતોની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી.
આ પ્રસંગે વડતાલથી કોઠારી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, કુંડળથી પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, ફણેણીથી પૂજ્ય બાલકૃ્ષ્ણદાસજી સ્વામી, વડતાલથી પૂજ્ય બાપુ સ્વામી, ચેરમન શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, ધોરાજીથી પૂજ્ય મોહનપ્રસાદદાસજી સ્વામી, ગઢડા ઘેલા કાંઠેથી પૂજ્ય ભક્તિપ્રિયદાસજી સ્વામી, જામજોધપુરથી પૂજ્ય ભગવતચરણદાસજી સ્વામી, હરિયાળાથી પૂજ્ય ભકિતજીવનદાસજી સ્વામી, જુનાગઢથી પૂજ્ય માધવજીવનદાસજી સ્વામી વગેરેએ અ.નિ. પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે સ્વામી શ્રીહરિદાસજી સ્વામીએ ગામડાંઓમાં હરિભકતોના સહકારથી ૫૦ ઉપરાંત મંદિરોનું નિર્માણ કરી રાધારમણ દેવને અર્પણ કર્યા છે તે એક વિરલ સેવા કાર્ય છે.
કોઇપણ સંસ્થા કે મંદિરના વિકાસનો પાયો તેના ભજન ભકિતને કારણે હોય છે. જે આ ગુરુકુલમાં ચરિતાર્થ થાય છે. શાસ્ત્રીજી મહારાજની પૂણ્યતિથી નિમિત્તે અને અ.નિ.પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીના અક્ષરવાસ બાદ જે વિદ્યાર્થીઓએ સતત ૨૪ કલાકની અખંડ ધૂન અને મંત્રલેખન કર્યા છે તે અદ્ભૂત છે.
ખરેખર મોટા સંતોના યોગમાં આવેલ અને સાથે રહેલ સંતોની કેવી ઉત્તમ સ્થિતિ હોય છે તે આપણને પ્રત્યક્ષ દેખાય છે. શ્રી હરિદાસજી સ્વામી નિસ્પૃહી, માયાળુ હતા. વ્યવહારમાં ક્યારેય કોઇ ડાઘ લાગેલો નથી. ધનથી સદા નિરાળા રહેલ છે. સાધુ જીવનના ધર્મો અને શ્રીજી આજ્ઞા પાલનમાં શ્રીહરિદાસજી સ્વામીએ નંદપંક્તિના સંતો જેવું પ્રેરણાદાયક જીવન વ્યતીત કરેલ છે.
આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી જણા્વ્યું હતુ કે શ્રીહરિદાસજી સ્વામી અક્ષરવાસી થતા, ગુરુકુલને તો ખોટ છે પણ સારાયે સંપ્રદાયને ખૂબ જ મોટી ખોટ છે. જે કદિ પુરાય એવી નથી. શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ સૌરાષ્ટ્રના ગામોમાં નિર્માની ભાવે જે મંદિરો કર્યા તેના અમે સાક્ષી છીએ. આપણે જે જે ક્ષેત્રમાં ભગવાનની કૃપાથી કામ કરતા હોઇએ તે ક્ષેત્રમાં નિષ્ઠાથી કામ કરવુ જોઇએ. અમે બાલકૃષ્ણદાસજી સ્વામીને આજ્ઞા કરીએ છીએ કે શ્રીહરિદાસજી સ્વામી દ્વારા શરુ થયેલ મંદિર નિર્માણનો આ સેવા યજ્ઞ હમેશ ચાલુ રાખે.
આ પ્રસંગે ગુરુકુલ વિદ્યાલયના આચાર્ય શ્રી સૂર્ચકાંતભાઇએ વિદ્યાર્થાઓએ જે શ્રી શ્રીહરિદાસજી સ્વામીના અક્ષરવાસ નિમિત્તે શ્રીજી પ્રસન્નતાર્થે ભજન કરેલ તેની વિગત આપતા જણાવ્યું હતું વિદ્યાર્થીઓએ સતત ૨૪ કલાક મંત્રલેખન, પ્રદક્ષિણા અને દંડવત પ્રણામ કરેલ છે. ગુરુકુલના ૪૫૦ વિદ્યાર્થોઓએ આ દરમ્યાન ૧૪ કરોડ અને ૮૪ લાખ મંત્ર જપ કરેલ. છેલ્લે સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓએ ૨૪ કલાક અખંડ ધૂન, મંત્ર લેખન અને પ્રદક્ષિણા કરેલ છે. આ પ્રસંગે ઓસ્ટ્રિલયા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ પૂ.શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ સદવિદ્યાના પ્રવર્તન દ્વારા સ્વામિનારાયણ ભગવાનનો જયઘોષ સાત સમંદર પાર
આ પ્રસંગે ઓસ્ટ્રિલયા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ પૂ.શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ સદવિદ્યાના પ્રવર્તન દ્વારા સ્વામિનારાયણ ભગવાનનો જયઘોષ સાત સમંદર પાર પહોંચાડ્યો છે. શાસ્ત્રીજી મહારાજ ઐશ્વર્ય જણાવીને સ્વતંત્ર થકા ધામમાં ગયા તે ધન્ય ક્ષણોના આપણે સાક્ષી છીએ. અને શ્રીહરિદાસજી સ્વામીનો અક્ષરવાસનો દિવ્ય પ્રસંગ આપણા હૃદયમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને નિષ્ઠાને સુદ્રઢ કરાવે છે. આવુ અક્ષરધામ ગમન પવિત્ર સંતને જ સંભવે છે. સામાન્ય જીવનું આમાં કામ નથી. ધન અને સ્ત્રીના ત્યાગી એવા આવા સંત મળવા દુર્લભ છે.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આપ અમોને આશ્વાસન આપવા આટલી મોટી સંખ્યામાં જે ધામધામથી સંતો તથા હરિભકતો પધાર્યા છે તેથી અમોને ખૂબજ કૃતકૃત્ય થયા છીએ. હું તો પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામી સાથે બાળપણથી રહેલો છું, અમે સાથે ભણેલા અને સાથે દિક્ષા લીધી છે. તેમનુ અક્ષરગમન દિવ્ય રહેલ છે તેમના ધામમાં જવાને બે કલાકે પૂર્વે અમે સાથે બેઠા બેઠા સત્સંગની વાતો કરતા હતા. સંપ્રદાયને તો ખોટ પડી છે પણ ગુરુકુલને મોટી ખોટ પડી છે તેમાંય મારી માથે મોટી જવાબદારી આવી છે. આચાર્ય મહારાજની આજ્ઞાની શ્રીહરિદાસજી સ્વામીએ જે મંદિરોના કાર્ય શરુ કરેલ છે તે પુરા કરવાના જ છે. અને બીજા મંદિરોની સેવા પણ શરુ જ રહેશે. આ પ્રસંગે મધુભાઇ દોંગા વગેરે હરિભકતોએ ભાવાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે જુનાગઢથી પૂજ્ય દેવનંદનદાસજી સ્વામી, ડાકોરથી પૂજ્ય ભાનુપ્રસાદદાસજી સ્વામી, તરવડાથી પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, ધાંગધ્રાથી પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી, ઢસાથી પૂજ્ય ધર્મવિહારીદાસજી સ્વામી, અમરાપરથી પૂજ્ય અક્ષરવિહારીસ્વામી, કુંડલાથી પૂજ્ય ન્યાલકરણદાસજીસ્વામી, ગઢાળીથી પૂજ્ય વિશ્વજીવનદાસજી સ્વામી, જામનગરથી પૂજ્ય ચંદ્રપ્રકાશસ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અમદાવાદ ઉપરાંત રાજકોટ, જુનાગઢ, સુરત, ઉના, નાઘેર પ્રદેશ, કચ્છ, સૌરાષ્ટ – ગુજરાતના વિવિધ પ્રાંતો, મુંબઈ, નાગપુર, દિલ્હી, વગેરે સ્થળોએથી મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી પૂજ્ય પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
પૂજ્ય પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા – સુરત
પૂજ્ય પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા – દ્રોણેશ્વર
પૂજ્ય પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા – રાજકોટ