Photo Gallery
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૭મો પાટોત્સવ આનંદસભર ઉજવાયો હતો.
પ્રસાદીભૂત અડાલજ વાવનું જળ, ગંગાજળ તેમજ વિવિધ તીર્થોના જળ, ઔષધિઓના રસ, ફળોના રસ, પંચામૃત, પંચગવ્ય, કેસર જળ વગેરેથી ઠાકોરજીને વૈદિક મંત્રોના ગાન સાથે અભિષેક કરવામાં આવેલ.
સદ્ગુરુ સ્મૃતિ ખંડ – પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજી જેવા મહાન સંતોના નિવાસ સ્થાનરૂપ અને પરમ પવિત્ર એવા સદ્ગુરુ સ્મૃતિ ખંડનું જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થતાં વચનામૃત જયંતિના પરમ પવિત્ર દિવસે સ્મૃતિ ખંડ ફરીથી દર્શન – ભજન – અનુષ્ઠાન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ સ્વયં પોતાની દેખરેખ નીચે સદ્ગુરુ સંતોના આસન, મહારાજની મૂર્તિ, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે બિછાવેલ ગલીચા-ફ્લોરિંગ વગેરે તમામ વસ્તુ જેમની તેમ સાચવીને પધરાવેલ છે.
ત્યારબાદ વચનામૃત ગ્રન્થનું પૂજન અને આરતિ ઉતારી હતી અને પુરાણી બાલકૃષ્ણસ્વામીએ વચનામૃતનો મહિમા સમજાવતા જણાવ્યું હતુ કે સ્વામિનારાયણના વચનામૃતો છે સર્વ ગ્રન્થોમાં શિરમોડ છે. જેમાં તમામ શાસ્ત્રોનો સાર છે.
ચાર મહાન સદગુરુ સંતોએ આ હસ્તલિખિત ખરડાઓનું સંકલન કરી, અજોડ વચનામૃત ગ્રન્થનું સંકલન કર્યું છે. આ વચનામૃત ગ્રન્થ તૈયાર થઇ રહ્યો હતો, ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે એ ગ્રન્થને જોઇને, વાંચીને ખૂબજ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ રીતે આ વચનામૃત ગ્રન્થ ભગવાન શ્રી સ્વામિનારાયણની હાજરીમાં જ તૈયાર થયો છે અને સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રમાણિત કર્યો છે. વચનામૃતતો ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે.
આ પ્રસંગે ખાસ ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોનો વહેંચાયો હતો.