Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

પરમ પૂજ્ય સદ્ગગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીનું અક્ષરધામ ગમન

પવિત્રતાનો પુનિત પ્રવાહ વહેવડાવનારા પરમ પૂજ્ય સદ્ગગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીનું અક્ષરધામ ગમન.

સાવરકુંડલા પાસેના પીઠવડી ગામના બાળકે વિશેષ અભ્યાસ માટે રાજકોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રવેશ મેળવ્યો.
          વિધ્યાઅભ્યાસ દરમ્યાન ગુરુકુલમાં થતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાર્થના, નૃત્યો રાસ, પીરામીડ અને માનવજીવનને સાર્થક કરવાનો ઉપદેશ આપતા રુપકો રજુ થતાં. આ રુપકની રજુઆત કરતાં કરતાં આ બાળકને પોતાના જીવનને સાર્થક કરવાનો દઢ સંકલ્પ પ્રગટ્યો.
          પોતાના જીવનમાં અનેક લોકોને સહાયરુપ થવા અને ભગવદ્ સેવા કરીને જીવનને સાર્થક બનાવવા માતા-પિતાની સંમતિ લઇ ભગવાન સ્વામિનારાયણના સંત થવાનો નિર્ણય કર્યો. રાજકોટ ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય સદ્વિદ્યા સદ્ધર્મરક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી
મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પાસે આવી દીક્ષા ગ્રહણ કરીને સાધુ શ્રીહરિદાસજી સ્વામી નામ ધારણ કર્યું.
          સંત જીવનની શરુઆતથી જ તેઓએ પૂજ્ય ગુરુદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરી તેમજ આ સમયે ગુરુકુલના મહાન સંત પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા અખંડ ભગવદ્ પરાયણ પૂજ્ય શ્રી જોગી સ્વામીનો કૃપા પ્રસાદ પામીને પોતાના જીવનમાં સંતત્ત્વના સદ્ગુણો પ્રાપ્ત કર્યા.
          પોતાના નામને સાર્થક કરતાં પૂજ્ય શ્રીહરિદાસ સ્વામીએ આજીવન ભગવાનના દાસ  બનીને સંપ્રદાય અને સમાજની સેવા કરી.
પોતાના સંત જીવનની શરુઆતમાં પૂજ્ય ગુરુદેવ પાસે સંસ્કૃત વિદ્યાઅભ્યાસ કર્યો. પ્રારંભિક અભ્યાસથી માંડી પુરાણી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. વિવિધ
શાસ્ત્રોના અભ્યાસ કરીને તેઓ ભક્તજનોને અખંડ કથાવાર્તા કરતા રહેતા.
          આજીવન એકવાર ભોજન કરનારા આ સંતના જીવનમાં તપશ્ચર્યા, હરિભજન, ધર્મનિષ્ઠા, વૈરાગ્ય અને સમજણપૂર્વની વિચારધારાનું સૌને સહજ દર્શન થતું હતું.
          પોતાના આસનને ભજન અને કથાવાર્તાનો અખાડો બનાવનારા આ સંત નાના મોટા ગોમડાઓમાં વિચરણ કરીને અનેક લોકોને હ્યદયમાં શાતિનું સ્થાપન કરનારા અનેકવિધ મંદિરોના નિર્માણ કર્યા છે.
          મંદિરોની પ્રતિષ્ઠામાં વડતાલથી પધારતા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ કહેતા કે “પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામીનું જીવન સાધુતાએ યુક્ત છે. તેઓશ્રીએ બાંધેલા મંદિરો હંમેશાં સંપ્રદાયના બંધારણ અનુસાર તેમજ અનેક લોકોના હ્યદયને શાંતિ આપનારા હોય છે.”
          ગ્રામ્ય વિસ્તારમાં રહેનરા ભક્તોની સતત ખેવના કરનારા આ સંતે આજીવન નિઃસ્પૃહિપણે અયાચક વ્રતનું પાલન કર્યું છે.  અનેકવિધ શાસ્ત્રોના અમૂલખ રત્નોને તેઓ નાના નાના પુસ્તકોના સ્વરુપે પ્રગટ કરીને લોકજીવનને ચેતનવંતુ બનાવવા પ્રયાસ કરતા રહ્યા.
          સ્મરણ, સેવા, સમર્પણ, સ્નેહ, સદાચાર અને સત્સંગના મૂર્તિમંત સ્પરુપસમા પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ પોતાના શેષ જીવનને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ – અમદાવાદમાં વિતાવવાના સંકલ્પથી તેઓશ્રી છેલ્લા કેટલાય વર્ષોથી ગુરુકુલ, મેમનગર ખાતે નિવાસ કરતા હતા.
          અહિં SGVP ગુરુકુલ પરિવારના અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ ગુરુકુલના મહંત પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામીની ખૂબ જ પ્રેમથી સેવા સંભાવના કરી.
ગુરુકુલ અમદાવાદની અનેકવિધ સેવાપ્રવૃત્તિ, નાના-મોટા સંતોના પવિત્ર જીવન અને વિદ્યાર્થીઓમાં રહેલા સુંદર સંસ્કારો જોઇને સત્કાર્યોમાં સહભાગી થનારા પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીને અહીં અત્યંત આનંદ આવતો અને પોતાના પ્રવચનો દરમ્યાન તેઓશ્રી પોતાના હ્યદયની પ્રસન્નતા વ્યક્ત કરતા.
          આજના ઘોર કળિકાળમાં પણ સૌના હ્યદયમાં શીતળતા પ્રસરાવનારા, અખંડ સેવા અને તપશ્ચર્યા પૂર્ણ જીવન જીવનારા પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી તા. 31 જાન્યુઆરીના રોજ પોતાના પંચભૌતિક દેહનો ત્યાગ કરીને ભગવદ્ સાનિધ્યમાં સ્થાન પામ્યા છે.
Click Here For Photos

 

 
 

 

 

Achieved

Category

Tags