Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

પરમહંસ ચિંતન સેમિનાર, ૨૦૧૩

પરમહંસ ચિંતન સેમિનાર – ૨૦૧૩ ૬-૭-૮- ડિસેમ્બર, ૨૦૧૩ 

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી, વડતાલ મંદિર આયોજીત, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો ત્રણ દિવસનો પરમહંસ ચિંતન સેમિનાર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ ખાતે યોજાયો હતો. જેમાં ૪૦૦ ઉપરાંત સંતો-પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ દિવસે સંત આશ્રમથી એસજીવીપી મધ્યખંડ સુધી કીર્તન અને ધૂનની રમઝટ સાથે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં તમામ સંતો જોડાયા હતા.

શિબિરના પ્રારંભમાં ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ૩૦ ઉપરાંત આગેવાન સદ્‌ગુરુઓએ સંતોના આધ્યાત્મિક જીવન, ધર્મો, સંગઠન, એકતા, આત્મીયતા વગેરે પર માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનાર દરમ્યાન પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ગાંધીનગર, પૂજ્ય પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડલ, પૂજ્ય શાસ્ત્રી શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામીએ યુવાન સંતોને પ્રશ્નોત્તરી દ્વારા જીવનધર્મ અને સમાજલક્ષી વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી ઘનશ્યામજીવનદાસજી સ્વામી કંડારી, શ્રી શૈલેશભાઇ સગપરિયા સાહેબ, શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ફણેણી, શ્રી નિલકંઠદાસજી સ્વામી સુરત, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી ગુરુકુલ અમદાવાદ, ડો.પાર્થિવ મહેતા. મહેતા હોસ્પિટલ અમદાવાદ, પુરાણી કેશવપ્રસાદદાસજી સ્વામી વાપી, ભગવતચરણદાસજી સ્વામી જામજોધપુર, શ્રી રામ સ્વામી મુળી, મોહનપ્રસાદદાસજી સ્વામી ધોરાજી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, વગેરેએ પ્રાસંગિક પ્રવચન દ્વારા શિબિરનો હેતુ સમજાવ્યો હતો.

આ શિબિરને કારણે સંપ્રદાયના સંતોમાં પરસ્પર વિશેષ સૌહાર્દ અને આત્મીયતાનું વાતાવરણ સર્જાયું હતું. આ શિબિરનું સમગ્ર આયોજન તથા તમામ વ્યવસ્થા શા.નારાયણચરણદાસજી સ્વામી, શા. સૂર્યપ્રકાશદાસજી સ્વામી, શા.શુકદેવસ્વામી, શા.હરિપ્રસાદદાસજી સ્વામી, શા.હરિપ્રકાશદાસજી સ્વામી તથા શામજીભગત વગેરે સંપ્રદાયના યુવાન સંતોએ સંભાળી હતી.

પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં સંત જીવનનું લક્ષ્ય સમજાવ્યું હતું. પાર્ષદ શ્રી શામજી ભગતે પોતાની સચોટ શૈલીમાં સંતો અને પાર્ષદોને સમયાનુરુપ કેળવણી, સર્વગ્રાહી નેતૃત્વનો સ્વીકાર, નૂતન પરિવર્તનને આવકાર, લઘુતા અને ગુરુતા ગ્રન્થીમાંથી મુક્તિ અને અધ્યાત્મનો સંસ્પર્શ ઉપર સુંદર પ્રેઝેન્ટેશન સાથે ચિંતનીય વ્યકતવ્ય આપ્યું હતું.

અંતમાં ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ દ્વારા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આવી શિબિરો યોજવાથી અમોને ખૂબજ આનંદ થાય છે. 

આનાથી વિવિધ સ્થાનોમાં નિવાસ કરતા યુવાન સંતોમાં પરસ્પર સ્નેહ અને ભાવાત્મક એકતા સાથે પોતાના કર્તવ્ય વિષે જાગૃતિ આવે છે. સંતો ભકિત સાથે આત્મચિંતન કરે તે તો જરુરી છે પણ સાથે તેના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે વ્યાયામ અને યોગની પણ જરુર છે. એસજીવીપી ગુરુકુલનું દિવ્ય અને આહ્‌લાદાયક વાતાવરણ સૌ સંતોને સ્પર્શી ગયું હતું.
હવે પછીની સંતોની શિબિર તા.૨૭-૨૮-૨૯-૩૦ નવેમ્બર ૨૦૧૪ દરમ્યાન સારંગપુર ખાતે યોજાશે.
Picture Gallery
 

 

Achieved

Category

Tags