Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

ડૉકટર મિત્રોનું સ્નેહ મિલન, 2013

ડૉકટર મિત્રોનું સ્નેહ મિલન
 
સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર તથા એસજીવીપીમાં સતત નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા ડૉક્ટરોનું સ્નેહમિલન શ્રી ભકિતવેદાન્ત સ્વામીના માર્ગદર્શન નીચે એસજીવીપી ખાતે  તા.  ૩૦ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ રાખવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં સપરિવાર ડૉકટરો ઉપસ્થિત રહ્યા હતા.સૌ પ્રથમ તમામ ડૉકટરોએ ગુરુકુલના ઋષિકુમારો દ્વારા સંસ્થાની ઇન્ટરનેશનલ સ્કુલ, એ.સી.હોસ્ટેલ, દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય, આધુનિક લાઇબ્રેરી તેમજ આઇટી સેન્ટર, ગૌશાળા, અશ્વશાળા, વિશાલ યજ્ઞશાળા વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી.સભામાં સ્વામી શ્રી ભકિતવેદાન્ત સ્વામીએ તમામ ડૉક્ટરોનું અભિવાદન કર્યું હતું.
ત્યારબાદ તમામ ડૉકટરો વતી ડૉ.નંદલાલ માનસેતા, ડૉ.ભરતભાઇ દવે, ડૉ.પાર્થિવભાઇ મહેતા, ડૉ.રજનીકાંતભાઇ પટેલ, ડૉ.રોનકભાઇ શાહ, વૈદ્યરાજ પ્રવિણભાઇ હિરપરા, ડૉ.અલ્પેશભાઇ પટેલે સંતોનું હાર પહેરાવી પૂજન કર્યુ હતું.સત્સંગ પ્રચારાર્થે અમેરિકા દેશમાં વિચરણ કરી રહેલા સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ટેલિફોનિક માધ્યમ દ્વારા શુભાશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આપ સર્વ ડૉક્ટરો પોતાનો કિંમતી સમય કાઢીને અહી એસજીવીપીની મુલાકાતે પધાર્યા એ જાણી અત્યંત આનંદ થયો છે. અહીં આપણાં ભારતીઓ જે અમેરિકામાં સ્થિર થયા છે તેઓમાં અને તેમની પેઢીમાં ભારતીય સંસ્કાર જળવાઇ રહે તે માટે અમો અહીં સતત વિચરણ કરી રહ્યા છીએ. આપણે જેને આપણો વારસો સોંપવાના છીએ તેના હૈયા, મગજ અને હાથ સંસ્કારથી ભરેલા હોવા જોઇએ તો જ આપણો વારસો સચવાશે. આવા ઉમદા ધ્યેયથી આપણી ગુરુકુલ એસજીવીપી તેમજ મેમનગર ગુરુકુલ સંસ્થા ચાલી રહી છે. અહીં કોઇપણ પંથના ભેદભાવ વિના બાળકને અભ્યાસ કરાવવામાં આવે છે. આપને જાણીને આનંદ થશે કે મેમનગર ગુરુકુલમાં ફકત માસિક રુ.૩૦ માં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે છારોડી સંસ્કૃત વિદ્યાલયમા ભણતા ઋષિકુમારોની કોઇ પણ ફી લેવામાં આવતી નથી. દરેકને શિક્ષણ સુલભ અને ઉત્તમ મળે એ અમારો આશય છે. સંસ્થા દ્વારા ટૂંક સમયમાં જ અદ્યતન હોલિસ્ટીક હેલ્થ સેન્ટર શરુ થઇ રહેલ છે. જેમાં આયુર્વેદિક, એલોપેથી અને યોગનું કોમ્બિનિકેશન હશે. અમોને વિશ્વાસ છે કે તેમાં આપની સેવા ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે ડૉ.પાર્થિવભાઇ પટેલે સંસ્થાની ટૂંકમાં માહિતી સાથે હોલિસ્ટીક સેન્ટરની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે ડૉ.તપનભાઇ, ડૉ. શિરીષભાઇ પટેલ, પ્રફુલભાઇ સોજીત્રા, રાજેશભાઇ લોહાણા, પ્રિતેશભાઈ પટેલ, દિનેશભાઇ મકવાણા, હાર્દિકભાઇ શાહ, ઉમેશભાઇ ગોંડલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags