ઉના વિસ્તાદરના નાઘેર પંથકમાં જ્યાા ગુરુ દ્રોણાચાર્યે મહાદેવ પધરાવ્યાન છે, જ્યાં મચ્છુવન્દ્રી નો પવિત્ર પ્રવાહ સતત હજારો વર્ષ થયા મહાદેવજીના પાદ પ્રક્ષાલન કરી રહ્યો છે તેવા પવિત્ર સ્થાેનમાં સદ્ગુરુવર્ય શાસ્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વાથમીના સાનિધ્યમાં તથા પુરાણી બાલકૃષ્ણથદાસજી સ્વા મીના માર્ગદર્શન નીચે દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્ય્માં દર વર્ષની માફ્કધ આ વરસે પણ તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૨ જળઝીલણી એકાદશીના રોજ ‘જળઝીલણી મહોત્સ્વ’ ભવ્ય તાથી ઉજવાયો હતો.સવારે ફાટસરથી ઠાકોરજી સાથે ભવ્ય શોભાયાત્રા સાથે તથા આજુબાજુના ગામોમાંથી હજારો હરિભકતો દ્રોણેશ્વર મહાદેવ પહોંચ્યાર હતા. ત્યાંત મચ્છુન્દ્રી નદીના કાંઠે હજારો બહેનો ભાઈઓની સભા ભરાઈ હતી. શણગારેલી મોટી બોટમાં ઠાકોરજીને પધરાવી નદીના પ્રવાહમાં ઝુલાવવામાં આવ્યા હતાં. સદ્ગુરુ સંતોના પ્રાસંગિક ઉદ્બોધન દરમ્યાન સદ્ગુરુવર્ય શાસ્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વાનમી, પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વાસમી, પુરાણી શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વાીમી, પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી વગેરે સંતો અને હરિભક્તોએ ચાર આરતિ ઉતારી હતી.આ પ્રસંગે શ્રી સ્વારમિનારાયણ ગુરુકુલ, મેમનગરના વિદ્યાર્થીઓનો દાંડિયા રાસ સાથે સાંસ્કૃંતિક કાર્યક્રમ રજુ કર્યો હતો.આ પ્રસંગે ફટસર, ઇંટવાયા, હેમાળ, માણસા પાટી, નીંગાળા, ટીંબી, લુવારડી મોલી, મોટા બારમણ, નાગેશ્રી, સીમર, વાજડી, જુના ઉગલા, ખીલાવડ, મોતીસર, નીટલી, અંબાડા, જરગલી, વડવિયાળા, ગીરગઢડા વગેરે ઉના વિસ્તાયરના ગામોમાંથી ભાવિક ભકતો ઉમટી પડયા હતા.
આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વાામીએ જણાવેલ કે પૂ. અખંડ ભગવત પરાયણ જોગી સ્વા મીની પવન કરોડોના હિસાબે મંત્રલેખન પણ થયા છે. અમદાવાદ તેમજ છારોડી ગુરુકુલના વિદ્યાર્થીઓએ લાખોની સંખ્યામાં દંડવત, ૧૦૮ કલાકના ઉપવાસ, મંત્ર–જપ, વંદુના પદોના પાઠ વગેરે કર્યા છે. તેના ઉજવાણાના રૂપે આગામી ૨૫ ડીસેમ્બસરથી ૩૧ ડીસેમ્બવર દરમ્યાાન છારોડી ગુરુકુલ ખાતે ભવ્યછ સદ્ગુરુ વંદના મહોત્સણવ યોજાશે તો દરેક ભાવિક ભકતો ઉત્સીવમાં પધારે.