Photo Gallery
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તા. ૧૯ જૂલાઈ ૨૦૨૨ના રોજ ગુરુકુલ દ્રોણેશ્વરમાં ગુરુવંદના પર્વ નિમિત્તે ધર્મસભાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા ફાટસર, ઇંટવાયા જરગલી, ઉના, ગીરગઢડા, દ્રોણ, નવા-જુના ઉગલા, જામવાળા, ધ્રાફા, મોલી વગેરે ગામોના હરિભકતો ઉપસ્થિત રહયા હતા.
પ્રારંભે શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષીએ સ્કુલના સ્ટાફ વતી સ્વામીજીને ગુલાબનો હાર પહેરાવી પૂજન કર્યું હતું.
આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું પર્વ. વેદવ્યાસ ભગવાને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને ગુરુ સ્થાને મૂકી છે. એવા વેદવ્યાસ ભગવાનના ઉપકારને ભારતીય પ્રજા ક્યારેય પણ ભૂલી શકે તેમ નથી. ગુરુ પૂર્ણમાનો દિવસ એ વ્યાસ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે.
માનવ જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજવતા પૂજ્ય સ્વામીજી જણાવ્યુ હતું કે પૂર્ણિમાનો ચંદ્ર આપણને ચાંદની આપે એમ ગુરુ આપણને અજવાળું આપે છે. ચંદ્ર અંધારુ દુર કરી અજવાળું આપે, ગુરુ જ્ઞાનનું અજવાળું આપે છે. દરેક માણસ અવગુણોથી ઉકળે છે તેમાં ગુરુ જ્ઞાન રુપી શિતળતાથી ઠંડક આપે છે. પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ છે. એમ સદ્દગુરુનું જીવન પણ પૂર્ણ છે.
આજે બધા વિદ્યાર્થી પાસે ગુરુ દક્ષિણામાં એક વૃક્ષ વાવી જતન કરો એવી અપેક્ષા છે. પૂજ્ય સ્વામીજીની આ વાતને ઉત્સાહ પૂર્વક વધાવી લેતા શાળાના તમામ વિદ્યાર્થીએ અને વિદ્યાર્થિનીએ એક એક વૃક્ષ વાવવાના નિયમ લીધા હતા.
આ પ્રસંગે શાળામાં ભણતી બહેનોએ ડ્રાય ફ્રુટ અને ચોકલેટનો હાર તૈયાર કરી વિદ્યાર્થીઓ દ્વારા સ્વામીજીને પહેરાવવામાં આવ્યો.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીના વરદ હસ્તે શાળામાં નવા સ્માર્ટ ક્લાસ રૂમ શરૂ કરવામાં આવ્યા હતા.