Photo Gallery
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો.
પ્રારંભમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજન બાદ ગુણાતીત પરંપરાના સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, પૂજ્ય શ્રી બાલમુકુન્દદાસજી સ્વામી, પૂજ્ય શ્રી ધર્મસ્વરુપદાસજી સ્વામી, પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામી, પૂજ્ય શ્રી નારાયણદાસજી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજયપદ શ્રી જોગી સ્વામીજી વગેરે સદગુરુ સંતોની ચિત્ર પ્રતિમાને હાર પહેરાવી વડિલ સંતોએ પૂજન કર્યું હતું.
પૂજ્ય સ્વામીજીને ગુરુકુલના સંતો તથા સ્કુલના કર્મચારીઓએ હાર પહેરાવી ગુરુપૂજન કર્યું હતું.
ગુરુ પૂર્ણિમાનો મહિમા સમજાવતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુના ગુરુ તો ભગવાન નારાયણ છે. ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું પર્વ. વેદ વ્યાસ ભગવાનના ઉપકારને ભારતીય પ્રજા ક્યારેય પણ ભૂલી શકે તેમ નથી.
સંતોના મહિમાની વાત કરતા સ્વામીજીએ જ્ણાવેલ કે સાચા સંત સાથે જીવને જોડવો. પ્રસાદીયા ભગત ન થાવું પણ સાચા ભકત થવું.
આ પ્રસંગે રાજકોટ, રીબડા, રીબ, ગુંદાસરા, વાવડી, ઢોલરા, વેરાવળ વગેરે ગામોમાથી મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા