સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી માંડવીમાં આવેલ ભારતના શ્રેષ્ઠ ક્રાંતિવીરોમાંના એક શ્રી શામજી કૃષ્ણ વર્માના તેમજ અન્ય ક્રાંતિ વીરોના સ્મારક -ક્રાન્તિ તીર્થની મુલાકાતે તથા શહીદોને ભાવાંજલિ અર્પણ કરવા ખાસ પધાર્યા હતા.
અહીં ભારતના મહાન અને કચ્છના ક્રાન્તિવીર શ્રી શામજી કૃષ્ણ શર્માના અસ્થિઓ પધરાવવામાં આવેલ છે. ભારતના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહામહેનતે જીનીવાથી આ અસ્થિઓ લાવ્યા અને અહીંયા શ્રેષ્ઠ ભારત વર્ષના તીર્થનું સર્જન કરવામાં આવ્યું છે.
૧૮૫૭ ની ક્રાન્તિથી લઇને જે દેશ આઝાદ થયો ત્યાં સુધીના શહિદોની ગેલેરિયો બનાવવામાં આવી છે. જેમાં શહીદોના ફોટાઓ અને તેમના ક્રાંતિકારી જીવનની ટૂંકી માહિતી આપવામાં આવી છે.
ખરેખર કદિ ન વિસરી શકાય તેવું આ શહિદોનું બલિદાન છે. એમણે પોતાના તમામ સુખ અને પ્રાણોની કુરબાની આપી ત્યારે આપણને આઝાદી મળી છે. પરંતુ દુર્ભાગ્યે આઝાદ ભારતના ઇતિહાસકારો અને શિક્ષણવિદોએ આની ઘોર અવગણના કરી છે. પૂજ્ય સ્વામીજી આ શહિદોના દર્શન કરતા ભાવવિભોર બની ગયા હતા. અને શામજી કૃષ્ણ વર્મા અને અન્ય શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ભારત જો તીર્થનો દેશ હોય તો આ મારે માટે શ્રેષ્ઠ તીર્થ છે. આ તીર્થના સ્વપ્નદ્રષ્ટા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને વિષ્ણુભાઇ પંડ્યા જેવા સાહિત્યકારોને હું અભિનંદન આપું છું. ભારતના પ્રત્યેક રાજ્યમાં આવા શ્રેષ્ઠ ક્રાન્તિતીર્થ બનાવવા જોઇએ જેથી ભાવિ પેઢી આઝાદીનું મૂલ્ય સમજી શકે અને તેમના મનમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય. કચ્છના પ્રવાસે આવતા તમામ લોકો અને વિદ્યાર્થીઓએ આ ક્રાંતિતીર્થના અવશ્ય દર્શન કરવા જોઇએ.
Picture Gallery