અનાદી મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી સ્થાપિત શ્રી હરિ ચરણારવિંદ શતાબ્દી નિમિત્તે કચ્છમાં બળદીયા ગામે તા. ૨૯ અપ્રિલ – ૦૫ મે ૨૦૧૫ દરમ્યાન ‘કૃપાવર્ષા મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વચનામૃત પારાયણના વક્તા પદે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી (કંડારી ગુરુકુલ) એ કથાવાર્તાનો લાભ આપ્યો હતો. તેમજ ધામ ધામથી પધારેલા પૂજ્ય સંતોએ વ્યાખ્યાન માળામાં કથાવાર્તા અને આશીર્વચનનો લાભ આપ્યો હતો. દેશ-વિદેશના હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહોત્સવનો દિવ્ય લાભ લીધો હતો. મહોત્સવ ના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રના ૧૧,૧૧,૧૧,૧૧૧ જાપ, ૧,૧૧,૫૦૦ કલાક ધૂન, ત્રણ વાર છપૈયા પદયાત્રા, છ ધામ પદયાત્રા, મહાપૂજા, સત્સંગ સભાઓ, વ્યસન-મુક્તિ વગેરે ધાર્મિક સામાજિક આયોજનો કરવામાં આવ્યા હતા.
Picture Gallery