Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એસજીવીપી ગુરુકુલ દ્વારા વગર વ્યાજની લોનના ચેક અર્પણ કરાયા.

તમો યુવાનો નિર્વ્યસની અને કુસંગમય વાતાવરણથી દૂર રહો, એ અમો ખરું વળતર માગીએ છીએઃ શા.માધવપ્રિયદાસજી સ્વામી
 

 
પવિત્ર શ્રાવણ માસમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, સ્વામી શા.માધવપ્રિયદાસજીના વ્યાસ પદે તેમજ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે ચાલી રહેલ જ્ઞાનસત્રમાં સત્સંગીજીવનની કથા, સાથે અનેકવિધ  સમાજલક્ષી કાર્યક્રમ યોજાયા હતા.
   જેમાં વચનામૃતના આધારે વિવધ સ્પર્ધાઓ રાખવામાં આવેલ. તેમજ પવિત્ર શ્રાવણમાસ હોવાથી શ્રીદ્યનશ્યામ મહારાજનું ષોડપચાર પૂજન અને રાજોપચાર પૂજન અને દ્યનશ્યામ મહારાજને ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવાવમાં આવેલ. જેનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવેલ.
   વળી શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આજના મોંદ્યવારીના સમયમાં આર્થિક રીતે જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં અત્યંત મુ્શ્કેલી પડી રહી છે, ત્યારે ખાસ કરીને મેડિકલ, આઇ.ટી., એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેવા દિકરા દિકરીઓને દર વરસે તેમનો ઉચ્ચ અભ્યાસ પુરો થાય ત્યાં સુધી વગર વ્યાજની લોન આપવા નિર્ણય કરેલ.
   એ અનુસંધાને ગુરુકુલમાં ચાલતા જ્ઞાનસત્ર દરમ્યાન પુ.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ૫૦ વિદ્યાર્થીઓને વગર વ્યાજના લોનના ચેક અર્પણ કરવામાં આવેલ.
   ચેક અર્પણ કરતા પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલકે આ તો ભગવાનનો પ્રસાદ છે. તે તમારે પ્રેમથી સ્વીકારવાનો છે. તમો જયારે ધંધામાં સ્થિર થાવ ત્યારે આ સહાયતા ધીરે ધીરે પરત કરવાની  રહે છે. જેથી તમારા પછીના આર્થિક રીતે નબળા વર્ગના ભાઇઓને અને બહેનોને સહાયતાનો લાભ મળી રહે.
   આ રીતે આપણે એવા ચક્રનું પ્રવર્તન કરી રહ્યા છીએ જેથી આપણે ઉચ્ચ અભ્યાસની ઉજ્જવળ તકો પુરી પાડીએ.
   તમો યુુવાનો નિર્વસની રહો, કુસંગમય વાતાવરણથી દૂર રહો એ અમો ખરુ વળતર માગીએ છીએ.
   આ સહાયમાં અક્ષર નિવાસી પરમ પૂજય અખંડ ભગવત પરાયણ જોગી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં અપાઇ રહેલ છે. વળી આંબાશેઠના પરિવારના ધીરજભાઇ મેતલિયાના તથા સમરતબાના સુપુત્ર બળવંતભાઇ મેતલિયા અને તેના મિત્રવર્તુળમાંથી સહયોગ પ્રાપ્ત થયો છે. આ દાનેશ્વરી મેતલિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન.
 
 
Newspaper Link follow :
http://www.akilanews.com/08082016/gujarat-news/1470638617-48119
 
 

Achieved

Category

Tags