International Yoga Day - 2019
Posted by NS on Friday, 21 June 2019યોગ એ સંપૂર્ણ વ્યાયામ છે. નિયમિત રીતે યોગાસન અને પ્રાણાયામના અભ્યાસથી શારીરિક સ્વાસ્થ્ય સુદ્રઢ થાય જ છે સાથે સાથે મન, બુદ્ધિ અને ચિત્તની પણ શુદ્ધિ થાય છે. દિવસભરમાં આપણું મન અનેક કાર્યોમાં રત હોય છે ત્યારે થોડો જ સમય તેને સ્થિર કરી ભગવાનમાં જોડીએ તો શાંતિ થાય છે. યોગ કરવાથી મન શાંત થાય છે. શાંત મનથી સકારાત્મક ઉર્જા વિકસિત થાય છે, પ્રકૃતિ અને પરમ શક્તિ સાથે તાદાત્મ્ય વધે છે અને સાંપ્રત સમયના ડિપ્રેશન, ટેન્શન, હતાશા, જેવા માનસિક દૂષણો અને શારીરિક રોગોથી બચી શકાય છે.