Utsav

કૃપાવર્ષા મહોત્સવ, છતેડી, બળદીયા કચ્છ

અનાદી મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી સ્થાપિત શ્રી હરિ ચરણારવિંદ શતાબ્દી નિમિત્તે કચ્છમાં બળદીયા ગામે તા. ૨૯ અપ્રિલ – ૦૫ મે ૨૦૧૫ દરમ્યાન ‘કૃપાવર્ષા મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વચનામૃત પારાયણના વક્તા પદે સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી (કંડારી ગુરુકુલ) એ કથાવાર્તાનો લાભ આપ્યો હતો. તેમજ ધામ ધામથી પધારેલા પૂજ્ય સંતોએ વ્યાખ્યાન માળામાં કથાવાર્તા અને આશીર્વચનનો લાભ આપ્યો હતો.

ફલકુટોત્સવ - ગુરુકુલ દ્રોણેશ્વર

નૂતન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના પટાંગણમાં શ્રી કષ્ટભંજન દેવ મંદિર, મારુતિ ધામમાં, સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ચૈત્રી અમાસ શનિવાર તા. ૧૮ એપ્રિલ ૨૦૧૫ના રોજ કષ્ટભંજનદેવ હનુમાજી મહારાજનું વૈદિક વિધિ સાથે ષોડશોપચાર પૂજન બાદ ૬૦૦ કિલો ઉપરાંત ફળોનો ફલકુટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ હનુમાનજી મહારાજની આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

Shakotsav, Droneshwar

આગામી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પૂ. પુરાણીસ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પૂ. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પૂ. પુરાણી શ્રીહરિદાસજી સ્વામીના સાનિધ્યમાં દિવ્ય શાકોત્સવ તથા માસિક સત્સંગ-સભાનું આયોજન તા. 18, જાન્યુઆરી, 2015ના રોજ કરવામા આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ શાકોત્સવ અને સત્સંગનો લાભ લીધો હતો.

દિવાળી ઉત્સવ, ૨૦૧૪

દીપાવલી ઉત્સવ : ધન તેરશ - અનંત ચતુર્દશી – દિવાળી – નવું વર્ષ – ભાઈ બીજ

ધન તેરશ : ધન શુદ્ધિ અને ધન્વન્તરી પૂજનનો દિવસ ૨૧ ઓક્ટોબર ૨૦૧૪ 

દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે જે રત્નો સમુદ્રમાંથી આજના દિવસે પ્રાપ્ત થયા તેમાંના એક લક્ષ્મીજી અને બીજા ધનવન્તરી ભગવાન. લક્ષ્મીજીને ધન,વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જ્યારે ભગવાન ધનવન્તરીને સ્વાસ્થ્યના દેવતા માનવામાં આવે છે.

Pages