Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Stefen Augustin, German Scientist

Stefen Augustin, honoured with National Energy Globe Award and winner of BMW Foundation Young Leader Award, a German scientist paid a warm visit of SGVP with his water-cone model designed to acquire normal water from the salty water. This model has occupied the place in the Modern Are Museum, New York. He explained the technique and importance of water-cone and power free cooler system for the preservation of fruits and vegetables. His efforts and achievements are of much importance nowadays, was the respond from especially engineer students of SGVP.Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami also appreciated and encouraged Stefen with blessings and valued his intention of helping altitude towards the needy and impoverished people of the world.Jaiminbhai Dave, Vinaybhai Sansi and Nitinbhai Yagnik have helped to shape this warm visit of Stefen Augustin.

સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં જર્મનીના વૈજ્ઞાનિક સ્ટીફન ઓગસ્ટીને દરિયાના ખારા પાણી તેમજ ગંદા પાણીને નિસ્યંદન કરી પીવાલાયક બતાવતું તેમનાં વોટરકોન વર્કીંગ મોડલનું કોલેજના વિદ્યાર્થીઓ સમક્ષ નિદર્શન કર્યું હતું.આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ખરેખર દરિયાના પાણીને તેમજ ગંદા પાણીને શુધ્ધ કરીને સરળતાથી શુદ્ધ પાણીમાં ફેરવવા માટેનું એનું સંશોધન અને ફ્રીજ વગેરે ઇલક્ટી ઈલેક્ટ્રીક સાધનો વગર શાકભાજી, ફળોને લીલા અને તાજા રાખવા માટે તેમણે માટીમાંથી બનાવેલ ટોરાકોન મોડલ ખરેખર દાદ માગી લે તેવું છે.વૈજ્ઞાનિક સ્ટીફન બીએમડબલ્યુના શ્રેષ્ઠ ડિઝાઇનર છે. પોતાનું જોબ વર્ક કરતા કરતા વધારાના સમયમાં એમણે કેટલાક સંશોધનોમાં એવોર્ડ પણ મેળવેલ છે. જર્મનીમાં સ્ટીફનને નેશનલ ગ્લોબ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.ખારા પાણીને નિસ્યંદન કરી પીવાલાયક બનાવવાનું તેમનું વોટરકોન મોડલ ન્યુયોર્કના મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટમાં પણ મૂકવામાં આવેલ છે. તમણે પોતાના સંશોધનમાં ગરીબો અને દુરના રણ પ્રદશોમાં કે જંગલામાં વસતા લોકોનો પણ ખ્યાલ રાખ્યો છે. આ શૈક્ષણિક એસજીવીપી સંકુલ પ્રાચીન અને આધુનિક વિજ્ઞાનના સંગમરુપ છે. જે સ્ટીફન જેવા વૈજ્ઞાનિકોનું હંમેશા સ્વાગત કરેછે.આ પ્રસંગે ગુરુકુલના અનન્ય સેવક શ્રી ઉમેશભાઇ યાજ્ઞિકના પુત્ર શ્રી નીતિનભાઇ યાજ્ઞિક તથા જર્મન શિવ રેસ્ટોરન્ટના સ્થાપક શ્રી વિનય સાંચી તથા જૈમીનભાઇ દવે વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags