Social

Africa Satsang Yatra - 2015

આફ્રિકાની આ સત્સંગ યાત્રામાં સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીની સાથે સંતમંડળમાં ધર્મપ્રિયદાસજી સ્વામી, વેદાંતસ્વરુપદાસજી સ્વામી, કુંજવિહારીદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી તથા ઘનશ્યામ ભગત જોડાયેલા છે.  

અરૂસા હિન્દુ મંદિર : સત્સંગ સભા

હિન્દુ લાઇફ-સ્ટાઇલ સેમિનાર – કંપાલા, યુગાન્ડા ૨૦૧૫

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કંપાલા ખાતે શ્રીકચ્છ સત્સંગ શ્રી સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ૦૫-૦૭ જૂન ૨૦૧૫ ત્રણ દિવસ હિન્દુ લાઇફ-સ્ટાઇલ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો આરંભ વેદમંત્રોના ગાન અને સ્વામીશ્રીના શુભ હસ્તે દીપ પ્રાગટ્યથી થયો.

આમ્રકૂટોત્સવ – ગુરુકુલ દ્રોણેશ્વર

ભારતીય સંસ્કૃતિ સંસ્કારને વરેલી છે. હિન્દુ ધર્મના તમામ તહેવારો સંસ્કારથી સભર હોય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે લોકમાં ઉજવાતા તમામ સામાજિક તહેવારોને ધાર્મિક ઉત્સવોમાં ફેરવી નાખ્યા છે. ભીમ એકાદશી એ ભારતવર્ષનું અનોખું પર્વ છે, તેમાં પાંડવોની પુનિત કથા વર્ણવાયેલી છે.

ઉમિયા ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નાગપુર

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાગપુર ખાતે નવનિર્મિત ભવ્ય શ્રી ઉમિયા માતાજી મંદિરમાં તા. ૨૫ થી ૨૮ મે ૨૦૧૫ દરમ્યાન ‘પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ ખુબજ ધામધૂમથી ઉજવાયો.

ક્રાન્તિતીર્થની મુલાકાત, માંડવી, કચ્છ

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી માંડવીમાં આવેલ ભારતના શ્રેષ્ઠ ક્રાંતિવીરોમાંના એક શ્રી શામજી કૃષ્ણ વર્માના તેમજ અન્ય ક્રાંતિ વીરોના સ્મારક -ક્રાન્તિ તીર્થની મુલાકાતે તથા શહીદોને ભાવાંજલિ અર્પણ કરવા ખાસ પધાર્યા હતા.
અહીં ભારતના મહાન અને કચ્છના ક્રાન્તિવીર શ્રી શામજી કૃષ્ણ શર્માના અસ્થિઓ પધરાવવામાં આવેલ છે. ભારતના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહામહેનતે જીનીવાથી આ અસ્થિઓ લાવ્યા અને અહીંયા શ્રેષ્ઠ ભારત વર્ષના તીર્થનું સર્જન કરવામાં આવ્યું છે.

Pages