Sai Makarand Parva
On the New Year day, with the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, a MAKARAND PARVA was organized in the pious memory of Sai Shree Makarand Dave, a distinguished poet & spiritual seeker. In the first session Shree Raghuvirbhai Chaudhari (Gyanpith Awardee), Shree Harshadbhai Trivedi (profound poet), Shree Dalapatbhai Padhiyar (profound poet, Ravibhan Gurugadi), Shree Niranjanbhai Rajyaguru (profound Bhajan-singar), Nisargbhai Aahir, Ashwinbhai Aandani and other venerable guests.
In the second session various poems and traditional Bhajans were presented by Shree Niranjanbhai Rajyaguru.
સાંઇકવિ મકરન્દ પર્વ
નવા વર્ષના પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP ગુરુકુલ પરિસરમાં આવેલ ચીકુવાડીના સાત્વિક વાતાવરણમાં, નાદબ્રહ્મ કલા કેન્દ્ર દ્વારા, પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, ગુજરાતના ખ્યાતનામ જ્ઞાનપીઠ પુરસ્કૃત્ય સાહિત્યકાર રઘુવીરભાઇ ચૌધરી, રવિભાણ સંપ્રદાયની ગુરુગાદીના સંવાહક કવિશ્રી દલપતભાઇ પઢિયાર, વિદ્વાન કવિ શ્રી હર્ષદભાઇ ત્રિવેદી, ભજનિક શ્રી નિરંજનભાઇ રાજ્યગુરુ, પ્રાધ્યાપક શ્રી નિસર્ગભાઇ આહિર, અશ્વિનભાઇ આણદાણી, કિશોરભાઇ જોષી, વિમલભાઇ દવે વગેરેની ઉપસ્થિતિમાં શ્રી મકરન્દભાઇ દવેની સ્મૃતિમાં સાંઇકવિ મકરન્દ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરુઆતમાં દિપ પ્રાગટ્ય બાદ આદરણીય શ્રી સાહિત્યકાર રઘુવીરભાઇ ચૌધરી દ્વારા કવિ શ્રી મકરન્દભાઈની વ્યક્તિવિશેષતા તેમજ અલગારી જીવનશૈલી વગેરે પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. કવિ શ્રી હર્ષદભાઇ ત્રિવેદીએ બહુમુખી અને સાહિત્ય જગતમાં અનોખી ભાત પાડતી કવિ શ્રી મકરન્દભાઈની કાવ્ય રચનોનું વિવેચન કર્યું હતું. અને કવિશ્રી દલપતભાઇ પઢિયારે શ્રી મકરન્દભાઇ દવેના કાવ્યોમાં રહેલી આધ્યાત્મિકતા, સાધનાતત્ત્વનો ખ્યાલ આપ્યો હતો. અને મકરન્દભાઇ રચિત - અમે રે સુકું રુંનું પુમડું - એ કાવ્ય ગાઇને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રી મકરન્દભાઇ દવેને વારંવાર મળેલા તે સંસ્મરણોને યાદ કરી અને જે પ્રત્યક્ષ વાતો થયેલ તેની વિગતવાર વાત કરી હતી.
સાંજના સમયે SGVP પ્રાર્થના ખંડમાં સુપ્રસિદ્ધ ભજનિક શ્રી નિરંજનભાઇ રાજ્ચગુરુ દ્વારા મકરંદભાઇ રચિત ભજનો અને પ્રાચીન ભજનોનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં તેઓશ્રીએ શ્રોતાઓને પોતાની આગવી છટાની ગાયકીથી રસતરબોળ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શ્રી અશ્વિનભાઇ આણદાણી, શ્રી કિશોરભાઇ જોષી તથા પ્રાધ્યાપક શ્રી નિસર્ગભાઇ આહિરે સંભાળી હતી.

Latest News
30-Nov-2019 | 24th Patotsav & Vachanamrut Parva - Gurukul Memnagar, 2019 |
23-Nov-2019 | Gujarati Gaurav Award towards to Pujya Swamijee - Mumbai |
24-Oct-2019 | Satsang Sadhana Shibir - Rishikesh |
13-Oct-2019 | Sharad Poornima Utsav - 2019 |
7-Oct-2019 | Navaratri festival – Savannah USA |
2-Oct-2019 | Cleanliness Campaign - Rural |
29-Sep-2019 | Cleanliness campaign - Urban |
23-Sep-2019 | Vachanamrut Satsang Mahasabha - 2019 |
9-Sep-2019 | Jalzilani Mahotsav, Droneshwar - 2019 |
27-Aug-2019 | Kavi Dalapatram Sahityotsav - 2019 |
Add new comment