Religious

Hanuman Jayanti Poojan

ચૈત્રી પુનમ હનુમાન જયંતીના શુભ પર્વે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, અમદાવાદ ખાતે પુરાતની મંદિરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવનું ગુરુકુલના પંડિતો અને ઋષિકુમારો દ્વારા વૈદિક વિધિથી ષોડશોપચાર પૂજન તેમજ હનુમાનજી ૧૦૮ નામના મંત્રથી અગ્નિદેવને આહુતિ આપી યજ્ઞ કરવામાં આવ્યો હતો. યજ્ઞની પૂર્ણાહુતીમાં બીડું હોમી પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી પૂજનનો મહિમા સમજાવ્યો હતો.

ફુલદોલોત્સવ, 2013

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ,મેમનગર ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની નિશ્રામાં તેમજ હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં ફુલદોલોત્સવ રંગભેર આનંદ અને ઉત્સાહ પૂર્વક ઉજવાયો હતો.કાર્યક્રમની શરુઆતમાં શ્રી હસમુખભાઈ પાટડીયા અને સંગીત સમ્રાટ શ્રી ઋષિકુમાર શાસ્ત્રી સાહેબે ‘રંગકી ધૂમ મચાવી રે રંગભીના’ગવરાવી સૌ કોઇને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા.

Annual Pratishtha Utsav & Shakotsav, SGVP, 2013

The 8th Annual Prartishtha Utsav of Shree Ram – Shaym – Ghanshyam and Shakotsav was celebrated at SGVP on the auspicious day of Vasant panchami, 5 Feb 2013. Vasant Panchami bears special importance in Indian tradition and in Shree Swaminarayan Sampraday as well. Vasant Panchami is the beginning of season of spring. Pleasing atmosphere with blossomed floras saturate faunas with enthusiasm. Birth day of Sadguru Shree Brahmanand Swami and Sadguru Shree Nishkulanand Swami also falls on this holy day.

Sadguru Vandana Mahotsav

SADGURU VANDANA MAHOTSAV, on the auspicious occasion of 108th Birth Anniversary of Pujyapad Shree Jogi Swamiji… an enthusiastically long waited divine marvelous celebration, a celebration of enormous Anushthans - Mantra Lekhan - Mantra Jap, festivity of spiritual – social – patriotic events, occasion of social medical services to society, occasion of gratifying event of Vandana of SADGURUS leading seekers to success, a grand manifestation of great gratitude & appreciation of millions of students, devotees, followers, well-wishers of GURUK

Sharad Poornima Mahotsav, 2012

શરદઋતુની રાત્રિઓને ‘‘ શરદોત્ફુલ્લ રાત્રિઓ ’’ કહેવાય છે. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીની પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. શાંત અને પવિત્ર વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણે જયારે બંસીનાદ કર્યો ત્યારે વૃંદાવન ખરેખર ઘેલું થયું હતું. શરદપૂર્ણિમાની રાસ લીલા એ ‘મદનમાનભંગ લીલા’  છે.વળી શરદપૂર્ણિમાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં પાંચસો પરમહંસો સાથે રાસ રમ્યા હતા.આજ દિવસે અક્ષરમુક્ત શ્રી ગુણાતીતાનંદ સ્વામી જન્મ દિવસ છે.‘આપણા ભારતીય હિન્દુ તહેવારોના મૂળ ભગવાન નારાયણ સાથે જોડાયેલ છે.

ઉત્સવ તથા યજ્ઞશાળા ભૂમિપૂજન તથા ધ્વજારોહણ, 2012

ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર પ્રગટી ધર્મ ભકિત-જ્ઞાન વૈરાગ્યની જ્યોત પ્રજવલિત કરી, પોતાના પ્રેમી ભકતજનોને લાડ લડાવ્યા અને અનેક મુકતોને પોતાની સાથે લાવી જગતના જીવોને મોક્ષનો માર્ગ બતાવ્યો.મહારાજ મોકલેલા એવા જ મુકત એટલે અખંડ ભગવત્ પરાયણ જોગી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી.

શ્રીમદ્ સત્સંસગિજીવન સપ્તાહ પારાયણ - વડોદરા, 2012

પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની પવિત્ર સ્મૃતિમાં ‘સદ્‌ગુરુ વંદના મહોત્સવ’ના ઉપક્રમે, વડોદરાના શ્રી નિર્મળભાઇ રમણભાઇ ઠક્કર પરિવારના યજમાન પદે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને, શ્રી લક્ષ્મીનારાયણ ફાર્મ અટલાદરા-વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ ગ્રન્થરાજ શ્રીમદ્ સત્સંગિજીવનની સપ્તાહ પારાયણનું તા.૧ થી ૭ ઓક્ટોબર ૨૦૧૨ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું.કથાના પ્રથમ દિવસે યજમાનના નિવાસ સ્થાનેથી કથા સ્થળ સુધી પોથી યાત્રા કાઢવામાં આવેલ.

Pages