Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Rath Yatra, 2013

Ashadhi Bij, as the birth anniversary of Sadguru Shastriji Maharaj Shree Dharmajivandasji Swami, founder of Gurukul tradition falls on this auspicious day, Gurukul Parivar celebrates this occasion with special events of Bhajan-Bhakti and social-religious activities. Along with the special assembly, Gurukul Ahmedabad organizes a marvelous Rath Yatra in the pious memory of HH Shastriji Maharaj.

અષાઢી બીજ, ૨૦૧૩ – ગુરુકુલ પરંપરાના સંસ્થાપક સદ્‌ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૧૨મી જન્મજયંતી ગુરુકુલ પરિવારે વિશેષ ભજન-સ્મરણ, ધૂન અને મંત્ર-લેખન અને ગુણાનુવાદ સભા સાથે ઉજવી હતી.વિશેષમાં અષાઢી બીજ એટલે ભારત વર્ષનો સુપ્રસિદ્ધ રથયાત્રાનો દિવસ. આ દિવસે જગન્નાથ પુરીમાં અતિ વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભારતભરમાં અનેક તીર્થધામોમાં પણ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, ગુરુકુલ અમદાવાદ દ્વારા દર વર્ષે પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિમાં રથયાત્રાનું આયોજન કરાવામા આવે છે. જેમાં હજારો ભાવિક ભક્તો સાથે અનેક ધાર્મિક – સામાજિક સંસ્થાઓ અને અન્ય ધર્મોના અનુયાયીઓ પણ ભાવનાથી જોડાય છે.
આ વર્ષે તા. ૧૦ જુલાઈ ૨૦૧૩, પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની ૧૧૨મી જન્મજયંતીના પવિત્ર દિવસે સવારે અખંડ ધૂન બાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં બપોર પછી ૨-૩૦ કલાકે ભગવાન જગન્નાથજી, બલરામ ભૈયા અને સુભદ્રાબેનનું દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી, પંડિતો અને ઋષિકુમારો દ્વારા વિશેષ પૂજન – આરતી કર્યા બાદ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોના સાનિધ્યમાં ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું.પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાથે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાવરણીથી રસ્તો વાળી – પહિંદ વિધિ કરી મહાનુભાવોએ દોરડાથી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ ગુરુકુલના સંતો, કોલેજીયન વિદ્યાર્થીઓ અને ગુરુકુલ સત્સંગ મંડળના યુવાનોએ દોરડાથી રથ ખેંચી પ્રસ્થાન કર્યું હતું.
રથયાત્રામાં સૌ પ્રથમ ગુરુકુલના અશ્વ સવારો, જગન્નાથજી ભગવાનનો રથ, ભગવાન શ્રી સ્વામિનારાયણનો રથ, વ્યસનમુક્તિ રથ, પર્યાવરણ રથ, જનમંગલ અને સ્તોત્ર -પાઠ કરતા ઋષિકુમારોનો રથ, પ્રસાદના ચાર રથ, ગુરુકુલ બેન્ડ, ગુરુકુલ રાસમંડળી, ડી.જે.બેન્ડ, કળશધારી બહેનો તેમજ ઉત્તરાંચલની કુદરતી પ્રકોપની દુર્ઘટનાના બચાવ કાર્ય અને રાહત કાર્યની માહિતી દર્શાવતો રથ વગેરે જોડાયા હતા.રસ્તામાં ઠેર ઠેર ભાવિક ભક્તજનો દ્વારા પૂજન આરતી ઉપરાંત શીખ સમાજ દ્વારા પણ ઠાકોરજીનું પૂજન કરી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોના સન્માન સાથે શીખ ધર્મગુરુ શ્રી જ્ઞાની રતનસિંહજીએ રથયાત્રામાં જોડાઇ સૌનું અભિવાદન કર્યુ હતું. આ રથયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, બજરંગદળ, સાંઇબાબા મંદિર, ભીડભંજન હનુમાનજી, માનવ મંદિર, રામજી મંદિર, શિવસેના વગેરે અનેક ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ જોડાઇ હતી.શ્રી જગન્નાથજી ભગવાનની રથ યાત્રા, પૂજન અર્ચન સાથે ભવ્ય રીતે નગર ચર્યા કરી સાંજે ૯-૦૦ કલાકે ગુરુકુલ પહોંચી સભાના રુપમાં ફેરવાઇ હતી.
પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ રથયાત્રાના પ્રસંગની ગુરુકુલ પરિવાર અને ભારતીય સમાજ માટે મહત્તા દર્શાવી સહયોગી સંસ્થાઓ અને મહાનુભાવોનું સન્માન – અભિવાદન કર્યું હતું.રથયાત્રા દરમ્યાન ૫૦૦૦ કિલો મગ, ૧૫૦૦ કિલો કાકડી, ૨૫૦૦ કિલો, ખારેક, ૫૦૦ કિલો કેરી ,૨૦૦૦ કિલો ચોકલેટ તેમજ જાંબુ પ્રસાદ તરીકે વહેંચવામાં આવ્યા હતા.
Picture Gallery
 

 

Achieved

Category

Tags