Annakut Distribution - Gurukul Ribda (Rajkot)
Posted by NS on Monday, 16 November 2020દીપાવલી – નૂતન વર્ષ સંવત્ ૨૦૭૭ના શુભ દિવસોમાં, જરૂરિયાતમંદોને અન્નકૂટનો પ્રસાદ આપીને નવા વર્ષનું સ્વાગત કરવા માટે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સમાજના ગરીબ - મજૂર વર્ગને અને વૃદ્ધાશ્રમના વડીલોને અન્નકૂટના પ્રસાદ રૂપે મીઠાઇ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની સાથે ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને ગરીબ - મજૂર વર્ગને રૂબરૂ પ્રસાદનું વિતરણ કરીને તેમની શુભાશિષ મેળવી હતી.