9th Punyatithi of Pujya Shree Jogi Swami - 2020
Posted by NS on Tuesday, 18 August 2020શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સાથે રહી જેમણે ગુરુકુલ તેમજ સંપ્રદાયની મહાન સેવા કરી છે એવા ૧૦૭ વર્ષીય અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામીની નવમી પુણ્યતિથિ તા. ૧૮ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલમાં ઉજવવામાં આવી હતી.