Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Magh Snan – 2018

શિયાળાની કડકડતી ઠંડીમાં માટલાનાં પાણીથી (કુંભ કે ઘડાનાં પાણીથી) સ્નાન કરવાથી બારે મહિના સ્વાસ્થ્ય સારું રહે એવી એક માન્યતા પ્રવર્તે છે ત્યારે પોષી પૂર્ણિમાથી માઘ સ્નાન માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદનાં એસ.જી.હાઇવે ખાતે આવેલા એસ.જી.વી.પી. ગુરુકુળનાં ઋષિકુમારો અને સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરના વિદ્યાર્થીઓ માઘ સ્નાનમાં ભાગ લે છે.
પોષી પૂર્ણિમા-ગુરુવારથી લઇને મહા માસની પૂર્ણિમા એટલે કે તા.૨૩ જાન્યુઆરીથી લઇને તા.૨૨ ફેબ્રુઆરી સુધી વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરાશે, જે માઘ સ્નાન તરીકે પ્રસિદ્ધ છે. માઘસ્નાનની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગર ખાતે ઋષિકુમારોએ તેનું નિદર્શન કર્યુ હતું. હવે આખો મહિનો સવારે ૫.૦૦થી ૫.૩૦ દરમિયાન માઘ સ્નાન થશે.
શાસ્ત્રી માધવપ્રિયદાસજી અને પુરાણી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી દર વર્ષે સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરનાં ૨૨૫ જેટલાં વિદ્યાર્થીઓ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનાં ૧૫૦ જેટલા ઋષિકુમારો અને ૩૦ સંતો ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં સ્વૈચ્છિક રીતે માઘ સ્નાન કરે છે. માઘ સ્નાન કરવાથી સાહસિકતા, ખડતલપણું, ધાર્મિકતાનાં ગુણો ખીલતા હોવાની માન્યતા છે. ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં આખી રાત્રિ ચંદ્રની શીતળતામાં મૂકાયેલા માટલામાં ભરેલા પાણીથી કડકડતી ઠંડીમાં વહેલી સવારે સ્નાન કરવાનો પ્રારંભ થશે. પૂર્ણાહુતિ સમયે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનની ષોડષોપચાર મહાપૂજા કરવામાં આવે છે.
 ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગીજીવન ગ્રંથમાં માઘ સ્નાનની વિધિ અને ફળશ્રુતિ વર્ણવી છે. જાણે-અજાણે કરેલા પાપ, માઘ સ્નાનથી બળી જાય છે. ભારતીય પરંપરામાં વ્રત-પર્વની સાથે આરોગ્યને પણ સાંકળી લેવામાં આવ્યું છે. માટે જ એકાદશી, ચાતુર્માસ, જન્માષ્ટમી, નવરાત્રિ વગેરે વ્રતો વૈજ્ઞાનિક દૃષ્ટિએ આરોગ્યવર્ધક હોય છે.
તીર્થક્ષેત્રોમાં પણ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે કનુ ભગતે જણાવ્યું કે આ માસ દરમિયાન તીર્થક્ષેત્રોમાં પણ સ્નાનનું મહત્ત્વ છે. અત્યારે હરિદ્વાર ખાતે અર્ધકુંભમેળો ચાલી રહ્યો છે ત્યારે ત્યાંનાં સ્નાનની મહત્ત્વ સવિશેષ તો છે જ, તેની સાથે જ ઋષિકેશ, નૈમિષારણ્ય, અયોધ્યા, મથુરા વગેરે તીર્થોમાં શ્રદ્ધાળુઓ વહેલી સવારે માઘ સ્નાન કરે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે, નિવાસની નજીકમાં સમુદ્ર, સરોવર, તળાવ કે નદી ન હોય તો કોરા માટલા લાવી, સાંજે તેમાં પાણી ભરી, તેને ખુલ્લી જગ્યામાં કે અગાસી ઉપર રાખી, વહેલી સવારે તે માટલાનાં પાણીથી સ્નાન કરવું.
News Links :-
http://www.telegraph.co.uk/news/2018/01/02/pictures-day-2-january-2018/indian-hindu-students-swaminarayan-gurukul-participate-magh/
http://www.news18.com/photogallery/india/magh-mela-festival-2018-in-ahmedabad-1620059.html
http://www.akilanews.com/Gujarat_news/Detail/02-01-2018/68074
https://www.iamgujarat.com/astrology-prediction/magh-month-begins-22170/

Achieved

Category

Tags