Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Jalzilani Mahotsav, Droneshwar – 2019

Photo Gallery

On 09 Sep 2019, Jal Zilani Mahotsav was celebrated with great fanfare near the ancient holy shrine of Droneshwar Mahadev and Kastabhanjan Dev. Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami and Pujya Purani Shree Balkrishnadasji Swami have blessed the occasion through their presence.
Just day before the Mahotsav, river Manchchhundri was flooded with heavy rain but due to God’s grace the flood subsided with no damage. The Mahotsav was celebrated as planned. Saints placed the Murti of Maharaj on the boat and floated across the river.
On this occasion many distinguished guests such as BJP Chief Shree Jitubhai Vaghani, MP Rajeshbhai Chudasama and Zaverbhai along with devotees from over forty surrounding villages, major cities as well as from abroad were present.
At the beginning of the programme the procession of Thakorji was organised. Gurukul students have performed Raas and other dances during the occasion.
Sadguru Saints performed Poojan of Manchchhundri river as well as performed Abhishek with Panchamrut and Kesar Jal on Thakorji. After that Aarti was performed.

On this occasion one unique and divine incident happened, wherein the devotee called Arvindbhai Patel from village Khilavad donated his daughter to the Gurukul for the service of Shree Hari. This incident was very emotional and tears were rolled over in the eyes of many devotees. Pujya Swamiji appreciated the sacrifice of her parents.
Pujya Swamiji acclaimed the region of Nagher as this region were blessed with the footsteps of Shree Hari and saints of Gunatit tradition. Pujya Swamiji propagated the cleanliness initiative throughout the region.
Pujya Balkrishnandasji Swami said few words at the end appropriate to the occasion. As per Swami’s request to the government, the bridge on the river and surrounding roads will be refurbished in due course said by Shree Jitubhai Vaghani. He was very much impressed with the Gurukul’s contribution towards value based education. At the end Prasadam suitable for the Ekadashi was served.

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મચ્છુન્દ્રી નદીને કિનારે દ્રોણેશ્વર મહાદેવ અને કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં, દ્રોણેશ્વર ગુરુકુલની પરિસરમાં જળઝીલણી મહોત્સવ આનંદ અને ઉલ્લાસભેર ઉજવાયો હતો.
જલઝીલણી મહોત્સવના આગલા દિવસે મચ્છુન્દ્રી નદીમાં ઘોડાપુર આવેલ હતુ. પરંતુ ભગવાનની કૃપાથી ઘોડાપુર ઓસરી ગયા હતા અને જળઝીલણી મહોત્સવ સુંદર રીતે ઉજવાયો હતો. સુંદર નૌકામાં ઠાકોરજીને પધરાવી અભિષેક કરી જળવિહાર કરવામાં આવ્યો હતો. જળવિહાર દરમ્યાન ઠાકોરજીની ચાર આરતિ ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા તથા ઝવેરીભાઇ તેમજ ફાટસર, ઇંટવાયા, ખીલાવડ, દ્રોણ, ગીરગઢડા, અંબાડા વગેરે ૪૦ ગામોમાંથી માનવ મહેરામણ ઉમટ્યો હતો.
કાર્યક્રમની શરુઆત પહેલા ગુરુકુલ પરિસરમાંથી કથા સ્થાન સુધી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગુરુકુલના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને હરિભકતો જોડાયા હતા. ગુરુકુલના બાળકોએ સુંદર રાસ અને નૃત્ય રજુ કર્યા હતા.

સદગુરુ સંતો દ્વારા સર્વ પ્રથમ મચ્છુન્દ્રી નદીના પૂજન બાદ ઠાકોરજીનો પંચમૃત અને કેસર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ આરતિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. એક આરતિ સાંખ્યયોગી બહેનો અને યજમાનશ્રીઓના ધર્મપત્નીઓએ ઉતારી હતી.
આ પ્રસંગે એક દિવ્ય પ્રસંગ બન્યો હતો. ખીલાવડ ગામના અરવિંદભાઇ પટેલે પોતાની વ્હાલસોયી એમ.એ. માં પ્રથમ કલાસે પાસ થયેલ દિકરીને સાંખ્યયોગી બની ત્યાગી જીવન જીવવા માટે ગુરુકુલને ખોળે અર્પણ કરી ત્યારે સમગ્ર સભા જનોની આંખમાંથી આંસુડા છલકાયા હતા. માધવપ્રિયદાસજી સ્વામીએ તેણીના માતા પિતાના ત્યાગને બિરદાવ્યા હતા.
પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે નાઘેર ભૂમિ તપોભૂમિ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી આદિ સંતોની ચરણરજથી પાવન થયેલી છે. ગામડે ગામડે સ્વચ્છતા અભિયાન ચલાવવા દરેકને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ ઉત્સવમાં આટલો મોટો મહેરામણ જોઇને દીલ ખુશ થાય છે. તેઓશ્રીએ જણાવ્યું હતું કે આપણે સરકારને વિનંતી કરી છે કે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુરુકુલમાં બાળકોને આધુનિક શિક્ષણની સાથે જે સંસ્કારનું સિંચન કરવામા આવે છે તેથી હું અત્યંત પ્રભાવિત છું. પૂજ્ય બાલ સ્વામીની સુચના પ્રમાણે ટુંક સમયમાં આ નદી ઉપરનો પુલ અને આજુબાજુના રસ્તાઓ પણ સારા થઇ જશે. મહોત્સવની તમામ વ્યવસ્થા હરિકૃષ્ણદાસજી સ્વામી અને નરનારાયણદાસજી સ્વામીએ સંભાળી હતી. અંતમાં તમામને ફરાળ પીરસવામાં આવેલ.

Achieved

Category

Tags