Hinduism

Dharmajivan Bhavan Shilanyas - Gurukul Ahmedabad

ધર્મજીવન ભવન શિલાન્યાસ – ગુરુકુલ અમદાવાદ

ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૩મી પુણ્યતીથિ, મહા વદ બીજ, તા. ૦૧ માર્ચ, ૨૦૨૧ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર ખાતે વિશાળ ધર્મજીવન ભવનનો શિલાન્યાસ વિધિ સદગુરુ સંતોના વરદ હસ્તે સંપન્ન થયો.

Sarangi Vadan - 2021

સારંગીવાદન - કીર્તન ભક્તિ સંધ્યા

સારંગી એ ભારતનું સૌથી પ્રાચીન વાદ્યોમાનું એક વાદ્ય છે. સારંગીનો સીધો સંબંધ ઓમકાર સાથે છે. સારંગી દેખાવે અત્યંત સુંદર હોય છે. તેમાં ૪૦ તારોનું ટ્યુનીંગ થયા પછી તાર પર હાથ પડતા ઓમકારનો ધ્વની નીકળે છે.

Shree Ram Mandir Seva

મકરસંક્રાન્તિના મંગળ પર્વે તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ, SGVP ગુરુકુલ દ્વારા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે અયોધ્યા રામલાલાના નૂતન રામમંદિર નિર્માણ માટે ૫૧,૦૦,૦૦૦/- (એકાવન લાખ રુપિયા) અર્પણ કરવામાં આવ્યા હતા.

Annakut Distribution - Gurukul Ribda (Rajkot)

દીપાવલી – નૂતન વર્ષ સંવત્ ૨૦૭૭ના શુભ દિવસોમાં, જરૂરિયાતમંદોને અન્નકૂટનો પ્રસાદ આપીને નવા વર્ષનું સ્વાગત કરવા માટે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સમાજના ગરીબ - મજૂર વર્ગને અને વૃદ્ધાશ્રમના વડીલોને અન્નકૂટના પ્રસાદ રૂપે મીઠાઇ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની સાથે ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને ગરીબ - મજૂર વર્ગને રૂબરૂ પ્રસાદનું વિતરણ કરીને તેમની શુભાશિષ મેળવી હતી.

Puratatva Maharatna Award - 2020

ગુજરાતના શ્રેષ્ઠ પુરાતત્વવિદ  શ્રી પી.પી. પંડ્યાસાહેબના શતાબ્દી વર્ષે  SGVP ગુરુકુલ દ્વારા પુરાતત્વ મહારત્ન એવોર્ડ અર્પણ
પ્રાગ્ ઐતિહાસિક અને આધુનિક સમયના ભારતના ૨૦૦ ઉપરાંત પ્રાચીન સંસ્કૃતિના સ્થળો શોધનાર ગુજરાત રાજ્યના પુરાતત્ત્વવિભાગના પૂર્વ વડા, માનવંતા પુરાતત્વવિદ શ્રી પી.પી. પંડ્યાસાહેબને શતાબ્દી વર્ષે, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પુરાતત્ત્વ મહારત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

Shree Ram Mandir Bhoomi Poojan

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ઐતિહાસિક ભૂમિપૂજનના દિવ્ય પ્રસંગે, શ્રી રામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભરતભરમાંથી હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોના ફક્ત ૧૩૫ જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. SGVP ગુરુકુલના અધ્યક્ષ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને આ દિવ્ય અને ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું ભાવભર્યું નિમંત્રણ મળતા સમગ્ર ગુરુકુલ પરિવારમાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી.

Pages