Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Hindu Lifestyle Seminar – London, 2013

હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર – ૨૦૧૩

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં લંડન ખાતે જુલાઈ ૫-૬-૭, ૨૦૧૩ દરમ્યાન ત્રિદિનાત્મક હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનું આયોજન થયું.આ સેમિનાર દરમિયાન હિંદુ સંસ્કૃતિને આધારે ‘જીવનનો માર્ગ’ વિષયને અનુસારે અનેકવિધ આયોજનો કરવામાં આવ્યાં હતાં. જેમાં ફોટો પ્રદર્શન, નીલકંઠવર્ણી યાત્રા દર્શન, પ્રવચનો, પ્રશ્નોત્તરી, યુવાનો તથા મહિલાઓ દ્વારા પ્રેરણાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમ, વિવિધ વિષયોને આધારે પ્રેઝન્ટેશન જેવા અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા હતા.હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારના પ્રથમ દિને જ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ઉપરાંત પૂજ્ય સદ્‌ગુરુ શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય શ્રી દેવપ્રસાદજી મહારાજે (આણદાબાવા આશ્રમ, જામનગર) ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય દ્વારા સેમિનારનું ઉદ્‌ઘાટન કર્યું હતું તેમજ પ્રેરણાત્મક દ્રષ્ટાંત કથાઓ દ્વારા હિંદુ ધર્મનું મહત્ત્વ સમજાવ્યું હતું.
સેમિનારના દ્વિતીય દિનની સવારે સ્વયંસેવકોની સભા કરવામાં આવી હતી. આ સભામાં લંડનની વ્યસ્ત જીવનશૈલીમાં પણ ખૂબ જ શ્રદ્ધાથી સમય ફાળવીને સેવા કરનારા સ્વયંસેવકોને પૂ. સ્વામીજીએ બિરદાવ્યા હતા.મધ્યાહ્ન બાદ પૂજ્ય સ્વામીજીએ હિંદુ ધર્મની જીવન શૈલીને આધારે મંગલ ઉદ્‌બોધન કર્યું હતું. દ્વિતીય સત્રમાં પૂ. સ્વામીજી સાથે પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી. આ સત્રમાં ભાઈ-બહેનોના હૃદયમાં પ્રગટેલા પ્રશ્નોનું સતર્ક અને વૈજ્ઞાનિક રીતે નિરાકરણ થવાથી આ સત્ર ખૂબ જ રોચક બન્યું હતું.રાત્રી કાર્યક્રમ દરમિયાન લંડન સ્થિત ગુરુકુલના ભૂતપુર્વ વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસા, રાસ, સંસ્કાર કી સૌરભ – રૂપક અને  હાસ્યથી ભરપુર કાર્યક્રમો રજૂ કર્યા હતા.
તૃતીય દિનનાં મંગલ પ્રભાતે વૈદિક સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજા દરમિયાન પૂજ્ય સ્વામીજીએ વૈદિક પૂજાનું રહસ્ય સમજાવ્યું હતું. મહિલા મંચની વિશેષ સભામાં લંડન સ્થિત બહેનોએ સંસ્કૃતિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા, નૃત્યો, રૂપકો, મોનોએક્ટ તથા પ્રેરણાત્મક પ્રવચનો વગેરેની સુંદર રજૂઆત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન લોકોપયોગી વિશેષ સેવા કરનારા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્રિદિનાત્મક સેમિનાર દરમિયાન હિંદુ ધર્મના ઋષિમુનિઓએ દર્શાવેલા જીવન માર્ગને જણાવતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, “ભારતીય સંસ્કૃતિ દેહના સીમાડાઓ ઓળંગી દેવ સુધી લઈ જાય છે. ભારતીય ઋષિમુનિઓએ શાશ્વત જીવનમુલ્યોની શિક્ષા આપી છે. જેની જીવનના હર સમયમાં અને હર દેશમાં સદૈવ ઉપાદેયતા- ઉપયોગીતા છે. વેદો જ્ઞાન-વિજ્ઞાનથી ભરપુર છે. કોઈ પણ ધર્મમાં આવો ગ્રંથ દુર્લભ છે.મનુષ્યના હૃદયમાં પ્રેમ અને કરૂણા વધવા માંડે તો માનવું કે તેની સાચી ધર્મિક પ્રગતિ થઈ રહી છે. તદુપરાંત સનાતન ધર્મના વિવિધ પાસાઓને કેન્દ્રમાં રાખીને પૂ. સ્વામીજીએ સુંદર છણાવટ કરી હતી. વૈજ્ઞાનિક રહસ્યો અને પદ્ધતિઓ સાથે જોડાયેલા હિંદુ ધર્મના રહસ્યનો સમજાવીને આજની યુવાપેઢીને ખૂબ જ સંતોષ પમાડ્યો હતો.આ સેમિનાર દરમિયાન દરરોજ ઉત્તરાખંડમાં થયેલા કુદરતી હોનારતના કારણે મુશ્કેલી પામેલા લોકોની શાંતિ માટે સંકીર્તન કરવામાં આવતું હતું. સેમિનારમાં ઉપસ્થિત રહેલા ભાવિકોએ એસજીવીપી ગુરુકુલ દ્વારા ચાલી રહેલા રાહતકાર્યમાં ખુબ જ સારો સહકાર આપ્યો હતો.આ સેમિનારમાં લંડન ઉપરાંત બોલ્ટન, લેસ્ટર, કાર્ડિફ, વુલ્વીચ, લ્યુટન, સાઉથ એન્ડ સી વગેરે અનેક વિસ્તારમાંથી ભક્તજનોએ ઉપસ્થિત રહીને સેમિનારનો લાભ લીધો હતો.
Picture Gallery
 

 

 
 

Achieved

Category

Tags