Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Hindu Dharma Acharya Sabha, 2012

ભારતભરના હિંદુ ધર્મના આચાર્યોનું મહાસંમેલન

2012, the year of celebration of 108th birth anniversary of Pujyapad Shree Jogi Swamiji through Sadguru Vandana Mahotsav. In this year, it was the wish well of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami to have the accumulation of great Dharma Acharyas of Indian Traditions across the country.With the grace of Bhagawan Shree Swaminarayan, the wish was shaped out unparalleled. During November 6 – 8, 2012, the 5th convention of Hindu Dhrma Achrya Sabha was held at Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam, SGVP participating great Dhram Acharyas from all corners of the country.

In the inauguration, a procession was followed by the lit of lamps representing the lamp of knowledge. Simultaneous Vedic recitation filled the atmosphere with divinity. In the welcome speech, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami stared that this convention is arranged with the cooperation of Acharyas from Gujarat. By this event, Gujarat and SGVP campus are blessed with the holy presence of great Acharyas. SGVP is an international model of fusion ancient and modern science and combination of Eastern wisdom and western technology. All Dharma Acharyas were welcomed by Purani Shree Balkrishnadasji Swami with garland.Various important issues were discussed during this convention.First was of common civil code. An unjust act of religion based minority is in India only.  Reservation for the religious converted people shows the partiality of government which consecutively results in deprivation towards Hindus. It was resolved that there must be same treating towards all religion.Issue of muddy pollution of national rivers was also discussed. In the pretext of development, the natural flow of rives like Ganga, Yamuna, Kavery and other rivers are interrupted at several places.  Moreover, the way of flow is polluted dangerously with sewerage. It also disturbs the purity, flora-fauna life and atmosphere of either sides of river. Dr. Zunzunvala explained the fact of river pollution with presentation. To keep the natural and unpolluted flows of rivers and for the development, techniques and regulations of western developed countries are acceptable. But it is insufferable to play with spiritual traditions of one specific Dharma.

અખંડ ભગવદ્ પરાયણ પૂજયપાદ્ શ્રી જોગી સ્વામીના ૧૦૮ વર્ષના અનુસંધાને ‘સદ્ગુરુ વંદના મહોત્સવ વર્ષ’ ચાલી રહ્યું છે ત્યારે ગુરુકુલના અધ્યક્ષ પરમ પૂજય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના અંતરમાં શુભ મનોરથ હતો કે, આ વર્ષના ઉપલક્ષ્યે ભારતભરમાંથી મહાન ધર્માચાર્યો ગુરુકુલને આંગણે એકત્રિત થાય. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને મહાન સદ્ગુરુઓની કૃપાથી એ મનોરથ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એ રીતે પૂર્ણ થયો. નવેમ્બર તારીખ ૬ થી ૮ સુધી ત્રણ દિવસ માટે સમગ્ર ભારતવર્ષના ૨૦૦ વર્ષથી જૂના હિંદુ સંપ્રદાયના મુખ્ય ધર્મગુરુઓનું પાંચમી હિન્દુ ધર્મ આચાર્ય સભા શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (જીય્ફઁ) ખાતે યોજાઇ. જેમાં ભારતના ચારેય ખૂણેથી કાંચી કામકોટિ પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્યર શ્રીજયેન્દ્ર સરસ્વતીજી મહારાજ, દ્વારકા શંકરાચાર્ય પીઠના પ્રતિનિધિશ્રી, કર્ણાટક ઉડ્ડુપી પેજાવર પીઠના જગદ્ગુરુ વયોવૃદ્ધ વિશ્વેશ્વરતીર્થજી મહારાજ, હિંદુ ધર્મ આચાર્ય સભાના સંયોજક કોયમ્બતુરના પૂજયપાદ્ દયાનંદ સરસ્વતીજી મહારાજ, સંન્યાસ આશ્રમના અધ્યક્ષશ્રી મહામંડલેશ્વર વિશ્વેશ્વરાનંદજી મહારાજ, ઉદાસીન અખાડા જૂના પીઠના અધ્યક્ષ અને મહામંડલેશ્વર પૂજયપાદ્ અવધેશાનંદજી મહારાજ, વિશ્વ પ્રસિદ્ધ યોગગુરુ બાબા રામદેવજી મહારાજ વગેરે આશરે ૭૫ જેટલા ધર્માચાર્યો ઉપસ્થિત રહ્યા.હિંદુ ધર્મ આચાર્ય મહાસભાના મહામંત્રી શ્રીપરમાત્માનંદજી તથા હિંદુ ધર્મ આચાર્ય મહાસભાના સક્રિય સભ્ય પરમ પૂજય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા ગુજરાતના પૂજયપાદ્ શ્રીદેવપ્રસાદજી મહારાજ (આણંદાબાવા આશ્રમ-જામનગર), પૂજયપાદ્ શ્રીકૃષ્ણમણિજી મહારાજ (શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાય), પૂજયપાદ્ ગોસ્વામી શ્રીદ્વારકેશલાલજી બાવા (ચંપારણ્ય પીઠાધીશ્વર), ઝાંઝરકા પીઠના શ્રીશંભુનાથજી મહારાજ વગેરેના શુભ પ્રયાસોથી આ મહા અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન થયું.એસજીવીપીને આંગણે યોજાયેલ આ હિન્દુ ધર્મ આચાર્ય સભામાં પધારેલ ધર્માચાર્યોનું પૂજય માધવપ્રિયદાસજી સ્વામી  તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોએ પુષ્પહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું.  સભાના પ્રારંભે શરણાઈઓના સૂરો તેમજ ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા રાસની રમઝટ, અશ્વશાળાના અશ્વોના નૃત્ય સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ ઐતિહાસિક પ્રસંગનું ઉદ્ઘાટન મંગલ દીપ પ્રાગટ્યથી થયું હતું. દર્શનમ્ સંસ્કૃત પ્રતિષ્ઠાનમના ઋષિકુમારો દ્વારા સંમેલનના આરંભે મંગલ વેદગાન કરવામાં આવ્યું હતું, જેને લીધે વાતાવરણ અત્યંત ભવ્ય અને દિવ્ય બન્યું હતું.આ મહાસંમેલનમાં હિંદુ ધર્મ તથા ભારતીય સંસ્કૃતિ સંબંધિત અનેક અત્યંત મહત્ત્વના મુદ્દાઓ વિશે વિશદ ચર્ચા કરવામાં આવી હતી અને એ અંગે મહત્ત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા.પહેલો ઠરાવ કોમન સિવિલ કોડ અંગેનો હતો. ભારતની  સરકારો દ્વારા ધર્મના નામે ભારે ભેદભાવ ચાલી રહ્યા છે. વિશ્વના કોઇ દેશમાં ધર્મ આધારીત લઘુમતિ-બહુમતિના ભેદભાવ નથી તેમજ ધર્માન્તરિત થયેલા લોકો માટે અનામત કે અન્ય ર્આિથક સહાયની યોજના નથી. આવી અન્યાયી વ્યવસ્થા અને એ પણ મોટા પાયા ઉપર માત્ર ભારતમાં જ છે, જેને પરિણામે હિંદુ ધર્મનું ભારે શોષણ થઇ રહ્યું છે અને નુકશાન થઇ રહ્યું છે. ધર્મ આચાર્ય સભાએ એક અવાજે અનુરોધ કર્યો હતો કે, આવા પક્ષપાતપૂર્ણ અને અન્યાયી ભેદભાવ દૂર થવા જોઇએ. સર્વ ધર્મ પ્રત્યે એક સરખો વ્યવહાર થવો જોઇએ અને સર્વ માટે સમાન ધારો ઘડવો જોઇએ.હાવર્ડ યુનિર્વિસટીના સુપ્રસિદ્ધ પ્રોફેસર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કોમન સિવિલ કોડ અંગે ભારતના મૂળ બંધારણની જોગવાઇઓ કેવી છે અને આજની સરકારો દ્વારા એ બંધારણીય જોગવાઇઓનો કઇ રીતે દૂર ઉપયોગ થઇ રહ્યો છે, તે અંગે જાણકારી આપી હતી.આ મહાસંમેલનનો બીજો મહત્ત્વનો મુદ્દો ગંગાજી તેમજ જમુનાજી જેવી પવિત્ર નદીઓમાં જે ભયંકર પ્રદૂષણ વધી રહ્યુ છે, તેને દૂર કરવાનો તેમજ ગંગા નદી ઉપર વિકાસને નામે અનેક ચેકડેમોની હારમાળા બાંધીને ગંગાજીની અખંડ અને અવિરત વહેતી જળધારાને સૂકવી નાખવાનો જે પ્રયાસ થઇ રહ્યો છે, એ અંગેનો હતો.હિમાલયના શિખરેથી તળેટી સુધી વહેતી ગંગાજી ઉપર ચેકડેમોની હારમાળા સર્જવાથી પર્યાવરણ, દુર્લભ વનસ્પતિઓ, ગંગાજીને કિનારે રહેલા ધર્મસ્થાનો અને હિંદુ ધર્મની પવિત્ર વિધિઓ ભારે ખતરામાં મૂકાયેલ છે. દસ હજાર ફૂટ ઊંચેથી ગંગાજીનો પ્રવાહ જયારે નીચે આવે છે ત્યારે કુદરતી રીતે અને કલ્પી ન શકાય તે રીતે ગંગાજીના જળમાં વિશિષ્ટ ગુણધર્મો પ્રગટે છે જે ગંગાજીને વિશ્વની શ્રેષ્ઠ નદીનું સ્થાન અપાવે છે. ચેકડેમોની હારમાળા સર્જાવાથી ગંગાજીના એ તમામ ગુણધર્મો નાશ પામવાનો ખતરો પેદા થયો છે.વિકાસ માટે ઊર્જાની જરૂરત હોય તો એના અનેક વિકલ્પો છે. અમેરિકા જેવા દેશોએ આધુનિક ટેકનોલોજીથી એવા વિકલ્પો દ્વારા આ કાર્ય કરી બતાવ્યું છે. ભારતની સરકારોએ એ વિકલ્પોનો ઉપયોગ કરવો જોઇએ પરંતુ સમસ્ત હિંદુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચે એવું કશું જ ન કરવું જોઇએ. એવી ગુજરાત તેમજ ભારતભરના તમામ હિંદુ ધર્મના ધર્માચાર્યોની માગણી રહી.ભરત ઝુનઝુનવાલા(રીટાયર્ડ પ્રોફેસર ઓફ ઇકોનોમી) એ વૈજ્ઞાનિક અભ્યાસના તારણ સાથે વીડીયો પ્રેઝન્ટેશન કરીને આ બધી વાત ખૂબ સારી રીતે સમજાવી હતી.સંમેલનમાં ઉપસ્થિત રહેલ વૈષ્ણવધર્મના મહાન આચાર્યો પૂજયપાદ્ ગોસ્વામી શ્રીવાગીશજી બાવા, પૂજયપાદ્ ગોસ્વામી શ્રીદ્વારકેશલાલજી બાવા (ચંપારણ્યપીઠ), પૂજયપાદ્ ગોસ્વામી શ્રીદ્વારકેશલાલજી બાવા (વડોદરા), વગેરે અનેક મહાન વૈષ્ણવાચાર્યોએ વિશાળ વૈષ્ણવ સમુદાયને તેમજ ભારતની ધર્મપ્રિય જનતાને જાગૃત કરવા માટે મહા અભિયાન શરૂ કરેલું છે. ભારતવર્ષર્ની આ હિંદુ ધર્માચાર્ય સભાએ આ અભિયાનને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો
 
One more issue was of inequitable law of Temple endowment. Temples – religious centers of one particular religion are targeted deliberately under this law, which also against the constitution. The unlawful utilization of Temple Assets for destructive purpose is not acceptable. Dr. Subramanyam Swami, a well-known professor explained nicely the misinterpretation of code of constitution. All Acharyas raised voice that the donation in Hindu Temples must be used for Hindu cause. Misinterpretations and misunderstandings towards Hindu Dharma, in western counties were presented by Shree Rajiv Malhotra, author of ‘Being a Different’ and other books discovering the destructive acts towards India and Hindu Dharma. Shree Ashok Singhalji (Vishwa Hindu Parishad), Shree Mohan Bhagawatji (Rastriya Swayam Sevak Sangh), were present as guests of honour and enlightened on many issues. Shree Narendra Modi (Hon. CM, Gujarat) also attended the event to have the blessings of all Dharmacharyas.This was the event to show the marvelous unity of great Hindu Dharma.All these honorable Dharma Acharyas are conducting social services in a magnificent scale through Schools, Colleges, Hospitals, Cow-sheds, food distribution, etc. and millions of poor and needy people are getting free services for basic necessities of life. The extent of social services, run by Indian Dharma Acharyas is great than any religious group.

ત્રીજો મહત્ત્વનો મુદ્દો હતો, સરકારો દ્વારા મંદિરોના અધિગ્રહણનો. ભારતની વિવિધ રાજય સરકારો મનફાવે તે રીતે બિન અધિકૃત રીતે હિંદુ ધર્મના મંદિરો અને મઠોનો કબજો કરી રહેલ છે જે આઝાદ ભારતના મૂળ બંધારણથી વિરુદ્ધ છે.આ મઠ મંદિરોમાં હિંદુ સમાજ તરફથી અબજો રૂપિયાના જે દાન આવે છે તે હિંદુ સમાજે આપેલુ દાન છે. આજની સરકારો આ દાનનો ઉપયોગ દાતાઓની ધર્મભાવનાઓને ઠેસ પહોંચાડે એ રીતે અન્ય ધર્મને સહાય કરવા માટે ભારે ચતુરાઇપૂર્વક વાપરી રહી છે. આ હિંદુ મંદિરોમાં હિંદુ ધર્મમાં શ્રદ્ધા ન હોય એવા અને ઘણી જગ્યાએ તો હિંદુ ધર્મથી વિરુદ્ધ હોય તેવા અધિકારીઓની ખાસ નિમણૂક કરવામાં આવે છે, જેનાથી હિંદુ ધર્મને ખૂબ મોટી હાનિ પહોંચે છે અને દાનદ્રવ્યોનો ભયંકર દૂરુપયોગ થાય છે.આ હિંદુ ધર્માચાર્ય મહાઅધિવેશનમાં એક અવાજે માગણી કરવામાં આવી કે, હિંદુ મંદિરોમાં પ્રાપ્ત થતી હિંદુઓની દાન-સંપત્તિ હિંદુઓના હિત માટે જ વપરાવી જોઇએ. ભારતની સરકારો બીજા કોઇ ધર્મસ્થાન ઉપર આવી રીતનું આક્રમણ કરવાની હિંમત ધરાવતી નથી. માત્ર હિંદુ ધર્મ સંસ્થાનોને જ ટારગેટ કરવામાં આવે છે. આઝાદ હિંદની સરકારો આવા ભેદભાવોથી મુક્ત હોવી જોઇએ અને એ માટે હિંદુઓએ પણ પોતાની નબળાઇઓનો ત્યાગ કરી એક અવાજે આ વાત ઉઠાવવી જોઇએ.આ અંગે દક્ષીણ ભારતથી પધારેલા ટી. રમેશ તથા સુંદર સ્વામીએ આ અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતિ આપી હતી.પશ્ચિમની દુનિયાને એમની જ ભાષામાં ભારતીય સંસ્કૃતિના મહત્ત્વને સમજાવનાર શ્રીરાજીવ મલહોત્રાજીએ ‘બીઇંગ એ ડીફરન્ટ’ વગેરે ત્રણ દળદાર અને સુંદર ગ્રંથો લખ્યા છે. તેઓશ્રી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પશ્ચિમ જગતમાં હિંદુ ધર્મ વિશે જે ગેરસમજો પ્રવર્તે છે અથવા અધૂરા ખ્યાલો છે, તેમને તેમના મગજમાં ઉતરે તે રીતે કેમ દૂર કરી શકાય ? એની ખૂબ સારી સમજ આપી હતી.આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદના ભીષ્મ પિતામહ અશોકજી સિંઘલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસહ સંચાલક શ્રીમોહનજી ભાગવત માનવંતા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને અનેક મુદ્દાઓ ઉપર ખૂબ સારો પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદી વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા આ ધર્માચાર્યોના આશીર્વાદ લેવા માટે ખાસ પધાર્યા હતા.આ સભામાં ભારતવર્ષની અનેક પીઠોના શંકરાચાર્યો, રામાનુજ સંપ્રદાય, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય, શ્રી વૈષ્ણવ સંપ્રદાય, શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય, શ્રી નાથ સંપ્રદાય, શ્રી નિમ્બાર્ક સંપ્રદાય, શ્રી મધ્વાચાર્ય સંપ્રદાય, શ્રી ચૈતન્ય સંપ્રદાય, શ્રી ગૌડીય પરંપરા, શ્રી વારકરી સંપ્રદાય, શ્રી શૈવ સંપ્રદાય, શ્રી લિંગાયત સંપ્રદાય, આસામના સત્રાધિકારી, આદિનમ્ (શૈવ સંપ્રદાય), જીયર સ્વામીઓ (રામાનુજ તથા વૈષ્ણવ સંપ્રદાય) વગેરે ભારતના વિવિધ સંપ્રદાયના ધર્મધુરંધરો ઉપસ્થિત રહ્યા હતા. ખરેખર આ હિંદુ ધર્માચાર્ય સભા હિન્દુ ધર્માચાર્યોની પ્રચંડ એકતાનું દર્શન કરાવતી હતી.ભારતના ચારેય ખૂણેથી દૂર દૂરના રાજયોના ધર્માચાર્યોએ ખાસ સમય કાઢીને આ મહાઅધિવેશનમાં ભાગ લીધો હતો અને દરેક મુદ્દા ઉપર સચોટ રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કર્ણાટક સ્વર્ણવલ્લી પીઠના શંકરાચાર્ય પૂજયપાદ્ શ્રીગંગાધરાનંદજી મહારાજ ભારતવર્ષના તમામ હિંદુઓ માટે એક જ પંચાંગ બને અને પૂરા દેશમાં હિંદુ તહેવારો-ઉત્સવો એક જ દિવસે ઉજવાય એ માટે નિષ્ણાંત ગણિતજ્ઞોની ટીમ રોકી ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. સમસ્ત હિંદુઓ માટે એક જ પંચાંગની વાતને સહુએ એક અવાજે વધાવી લીધી હતી.
 
In the ending session, HH Shree Dayanadji stated that the divine campus of SGVP and warm hospitality impresses all Acharyas. Angels are wandering here in form of human beings. He bestowed the honour to Pujya Madhavpriyadasji Swami and Pujya Balkrishnadasji Swami with shawl and blessing. Pujya Madhavpriyadasji Swami said that we expect not for honour but blessings. I offer this honour to the Great Acharya from Gujarat and volunteers of SGVP. Words of Pujya Swamiji were welcomed gladly by all Acharyas.The learned ascetics of HH Dayandaji organized precisely to meet this grand success of the convention. Tireless services of Saints, volunteers, Pandits and Rushikumars of SGVP caused the successful divine event of Hindu Dharma Acharya Sabha.

આ પ્રસંગે સર્વ ધર્માચાર્યોનું હાર્દિક સ્વાગત કરતા પરમ પૂજય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, “ગુજરાતના સુપ્રસિદ્ધ ધર્માચાર્યોના પૂર્ણ સહકાર સાથે આ મહા અધિવેશન યોજવામાં આવેલું છે. થોડા સમયમાં પ્રયાગ ખાતે મહાકુંભ યોજાઇ રહ્યો છે ત્યારે આટલા આટલા ધર્માચાર્યોની ઉપસ્થિતિથી એસજીવીપીનું આ પવિત્ર પ્રાંગણ મહાકુંભનું દર્શન કરાવી રહ્યું છે. આપ સર્વ મહાન ધર્મપુરુષોના પધારવાથી ગુજરાતની ધરતી અને આ પવિત્ર પ્રાંગણ વિશેષ પાવન થયેલ છે.””જો આપણા ધર્મસ્થાનો શિક્ષણ, આરોગ્ય, ગોસેવા, સામાજિક સમરસતા, ઉત્સવો વગેરેમાં તત્પર રહેશે તો હિંદુ ધર્મને ક્યારેય આંચ નહિ આવે.”આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે, આ મહાઅધિવેશનમાં ઉપસ્થિત રહેલા ધર્માચાર્યો કલ્પી ન શકાય એવા મોટા પાયા ઉપર અનેકવિધ સેવાકાર્યો કરી રહ્યા છે. આ ધર્માચાર્યો સેંકડો સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, ગૌશાળાઓ વગેરેના માધ્યમથી લાખો ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ આપી રહ્યા છે, લાખો ગરીબોને અન્નવસ્ત્રો પૂરા પાડી રહ્યા છે, લાખોની સંખ્યામાં ગાયોની સેવા થઇ રહી છે. દૂર સુદૂર વસતા વનવાસી બંધુઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહ્યા છે. વિશ્વના કોઇપણ ધાર્મિક સંગઠન દ્વારા થઇ રહેલી સેવાઓ કરતાં આ ભારતીય ધર્માચાર્યો દ્વારા થઇ રહેલ સેવાનું પલડું ભારી છે. દુર્ભાગ્યે લોકો સુધી એની જાણકારી પહોંચી નથી.આ પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણ ગાદી સંસ્થાન વડતાલના પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આચાર્ય સભાની સર્વવીધ સફળતા માટે આશીર્વાદ પત્ર મોકલ્યો હતો જેનું વાંચન કરવામાં આવ્યું હતું.આ મહા સંમેલનના સમાપન વખતે પૂજયપાદ્ દયાનંદ સરસ્વતીજી મહારાજે કહ્યું હતુ કે, “આ એસજીવીપીના દિવ્ય, પવિત્ર અને શાંતિદાયક વાતાવરણ તથા આગતા-સ્વાગતા, ભોજન-સત્કાર વગેરે વિવિધ વિભાગોમાં સુંદર આયોજનથી બધા ધર્માચાર્યોએ એક અવાજે પ્રસન્નતા દર્શાવી અહોભાવ વ્યકત કરી રહ્યા છે. બધાને એવો અનુભવ થઇ રહ્યો છે કે, અહીંયા માણસોના રુપમાં દેવદૂતો વિચરી રહ્યા છે.” સ્વામીજીના આ વિધાનને તમામ ધર્માચાર્યોએ તાલીઓથી વધાવી લીધું હતું.સમસ્ત ધર્માચાર્યો તરફથી પૂજય દયાનંદ સરસ્વતીજી મહારાજે પૂજય માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી  બાલકૃષ્ણદાસજી સ્વામીનું શાલ ઓઢાડી, બહુમાન કરી આશીર્વાદ પાઠવ્યા હતા. ઉપરાંત કાર્યકર્તા સંતોને પણ આશીર્વાદ આપી બહુમાન કર્યું હતું.સન્માનના પ્રત્યુત્તરમાં પૂજય સ્વામીજીએ જણાવ્યું હતુ કે, “અમે આપ સર્વના તરફથી સન્માન નહિ, આશીર્વાદની અપેક્ષા સેવીએ છીએ. આ સન્માન અમે ગુજરાતના મહાન ધર્માચાર્યો અને ગુરુકુલના નાનામાં નાના સ્વયંસેવકોને અર્પણ કરીએ છીએ.”આ પ્રસંગે પૂજય દયાનંદ સરસ્વતીજી મહારાજના વિદ્વાન સંન્યાસીઓ અને સાધ્વીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, તથા સ્વામી પરમાત્માનંદજી મહારાજે આ આચાર્ય સભાના સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન કર્યું હતું. તથા તેમની ટીમ શ્રી નિત્યશુદ્ધાનંદજી મહારાજ, શ્રી અરવિંદ જોશી, શ્રી કીર્તિ  ભટ્ટ, ડાયાભાઇ,  ગોપાલભાઇ વગેરેએ ઉત્સાહથી સેવા બજાવી હતી.આ ધર્મસંમેલનને સફળ બનાવવામાં ગુરુકુલના યુવાન સંતોએ, યુવાન કાર્યકર્તાઓએ, ઋષિકુમારોએ અને દર્શનમ્ સંસ્કૃત પ્રતિષ્ઠાનમના આચાર્યશ્રી તેમજ પ્રાધ્યાપકોએ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે રાત્રિદિવસ સેવા બજાવી હતી. અમદાવાદના ભાવિક ભક્તજનોએ આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા ધર્માચાર્યો માટે ઉતારા અને ગાડીઓની વ્યવસ્થા ઉત્સાહપૂર્વક ઉપાડી લીધી હતી. અમરેલીથી યુવાન કાર્યકર્તા રાજુભાઇ ધાનાણી પોતાના મિત્ર કાર્યકર્તાઓની ટીમ અને ગાડીઓનો મોટો કાફલો લઈને સેવા કરવા માટે અમદાવાદ આવ્યા હતા.
Picture Gallery
 

 

Achieved

Category

Tags