Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Free Wellness Center: SGVP Gurukul Ribda – 2023

Photo Gallery

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) આયોજીત નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્ર

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના હસ્તે તા ૧૨ માર્ચ ૨૦૨૩ ના રોજ નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્રનો (Free Wellness Center) મંગલ શુભારંભ થયો.

Under the inspiration of Param Pujya Guruvarya Shree Madhavapriyadasji Swami and the guidance of Param Pujya Purani Shree Balakrishnadasji Swami, the Free Health Center was inaugurated on March 11, 2023, by Shastri Shree Dharmavatsaldasji Swami at SGVP Gurukul Ribda (Rajkot).

આ મંગલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડો.પરષોત્તમભાઇ પીપળીયા, ડો.રવિભાઈ વાડોદરિયા, ડો.દીપકભાઈ પીપળીયા, પ્રવીણભાઈ ભંડેરી, પરષોત્તમભાઇ બોડા, અશ્વિનભાઈ વાઘસિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

Dr. Parshottambhai Pipaliya, Dr. Ravibhai Vadodaria, Dr. Deepakbhai Pipaliya, Pravinbhai Bhanderi, Parshottambhai Boda, Ashvinbhai Vaghasiya were especially present in this auspicious inauguration program.

આ નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્રનો લાભ SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે દર શનિવાર, સમય : સાંજે 4:૦૦ થી 7:૦૦ લઈ શકાશે. તેમજ દર મહિનાના છેલ્લા શનિવારે આંખ તથા દાંતનો પણ નિઃશુલ્ક કેમ્પ રહેશે.

This free health center can be availed at SGVP Gurukul Ribada (Rajkot) every Saturday, Timings: 4:00 PM to 7:00 PM. Also, there will be a free eye and dental camp on the last Saturday of every month.

આ ઉપરાંત દર મહિનાના પ્રથમ સોમવારે આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને પ્રસાદ રૂપે પૌષ્ટિક ભોજન તથા કુપોષિત બાળકોને જરૂરી દવાઓ પણ આપવામાં આવશે.

Apart from this, on the first Monday of every month, nutritious food will be given to the needy children of the surrounding area as prasad and necessary medicines will also be given to the malnourished children.

આ પવિત્ર મેડિકલ સેવામાં સહયોગી દાતા તરીકે અથવા સ્વયંસેવક તરીકે પણ લાભ લઈ શકાશે.

One can take advantage of this sacred medical service as an associate donor or as a volunteer.

Achieved

Category

Tags