Free Dental Checkup and Denture Camp
With the inspiration from Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Shree Jogi Swami SGVP Holistic Hospital organized a free Dental Checkup & Denture Camp on 21 January, 2018. With the support of Indian Prosthodontic Society, Gujarat famous dentists and students of Dental Colleges extended their services and more than 300 patients acquired the benefit of this free Dental camp. Moreover 108 needy patients benefited with free supply of dentures.
An exhibition was also organized for the awareness towards the proper dental care & precautions for healthy teeth.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP દ્વારા કાર્યરત શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા તા. ૨૧ જાન્યુઆરી, 2018ના રોજ સદ્ગુરુવર્ય પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણા તથા આશીર્વાદ સાથે વિનામૂલ્યે ડેન્ટલ ચેક-અપ અને ડેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ત્રણસોથી વધારે દર્દીઓએ પ્રાથમિક તપાસ તથા સારવાર મેળવી હતી. જેમાંથી જરૂરીયાતમંદ એકસો આઠ દર્દીઓને વિનામૂલ્યે ચોકઠા બનાવી આપવામાં આવશે.
આ પ્રસંગે દીપપ્રાગટ્ય કરતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ‘ભગવાને બનાવેલ શરીરના એકેએક અંગ મહત્વના છે. ત્યારે દરેક અંગોની સરખી કાળજી રાખવી જોઇએ. તેમજ આવા આયોજનો વખતે જેટલું દાતાશ્રીઓનું યોગદાન સરાહનીય છે એટલી જ ડૉક્ટર્સની સેવા પણ સહારનીય છે. કોઇ વ્યક્તિનું સંપત્તિ દાન સીધું દેખાય છે, પણ કોઇ ડૉક્ટરની ફ્રી કે રાહતદરે સારવાર કરે એ જલ્દી નજરે ચડતું નથી. આ કેમ્પમાં સેવા આપનારા ડૉક્ટરો પ્રસંશાને પાત્ર છે.’
સાથે સાથે લોકોને દાંતના રોગો પ્રત્યે જાગૃતી આવે, ખોટા ઉપચારથી બચે અને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે પ્રેઝન્ટેશન તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદની જાણીતી સંસ્થા ઇન્ડીયન પ્રોન્થોડોન્ટીક સોસાયટીના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં મોટી સંખ્યામાં જાણીતા ડેન્ટીસ્ટ અને મેડીકલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. જે.આર. પટેલ, ડૉ. સોમીલ મહેતા, ડૉ. મનીષ કાત્યાયન, ડૉ. કલ્પેશ વૌષ્ણવ, ડૉ. ચિરાગ ચોહાન, ડૉ. વિપુલ બારસિયા, ડૉ. શ્વેતા કુમારસ્વામી, ડૉ દર્શના શાહ, ડૉ. શ્રુતિ મહેતા, ડૉ. જીગ્ના શાહ, ડૉ. ઇના પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ ડેન્ટલ કેમ્પના મુખ્ય સ્પોન્સર્સ તરીકે અ.નિ. શ્રી ચંદુભાઈ ઓધવજીભાઈ સોનીની પવિત્ર સ્મૃતિમાં હસ્તે સુપુત્ર પ્રશાંત, પુત્રવધુ સ્વાતી બેન, પૌત્ર ઋષિલ, પૌત્રી પ્રિયલ વગેરે પરિવારજનોએ લાભ લીધો હતો.

Latest News
15-Feb-2019 | Homage to martyred of Pulwama |
10-Feb-2019 | Annakut Distribution - 2019 |
10-Feb-2019 | Annual Pratishtha Utsav – 2019 |
26-Jan-2019 | Educational help to Martyrs’ family -2019 |
26-Jan-2019 | Republic Day Celebration 2019 |
14-Jan-2019 | Dhanur Maas 2018-19 |
7-Jan-2019 | Falkut and fruit distribution |
2-Jan-2019 | Social visits |
1-Jan-2019 | Sai Makarand Parva |
30-Dec-2018 | Sneh Milan - 2018 |
Add new comment