વચનામૃત વર્કશોપ શિબિર – ૨૦૧૫

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદથી, પાર્ષદ શ્રી શામજીભગતના માર્ગદર્શન સાથે, SGVPમાં દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સંપ્રદાયના સંતો માટે તા. ૧૨ થી ૧૮ અપ્રિલ, ૨૦૧૫ દરમ્યાન ‘વચનામૃત વર્કશોપ શિબિર’નું  આયોજન કરવામાં આવ્યું હતું.

વચનામૃત આધારિત આ વર્કશોપ શિબિરમાં વિદ્યાર્થી સંતોના જીવન ઘડતર સાથે શાસ્ત્ર અધ્યયનમાં રસ-રુચિ પૂર્વક મૂળ ગ્રંથોનું અવલોકન, સંશોધન, વાંચન-શ્રવણ કળા, સ્વપરિચય, યોગાસન-પ્રાણાયામ, વિવિધ પ્રયોગો દ્વારા શરીર, મન અને જીવાત્માની આંતર શુદ્ધિ, તેમજ શ્રાવણ-મનન-નિદિધ્યાસ દ્વારા પરમાત્માના સાક્ષાત્કારનો અનુભવ પામવાના પ્રયોગો સમજાવવામાં-કરવામાં આવ્યા હતા.

શિબિર દરમ્યાન ઓસ્ટ્રેલિયા સત્સંગ વિચરણ કરી રહેલા પૂજ્ય સ્વામીજીએ ઓડીઓ-વિઝ્યુઅલ માધ્યમથી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું.

Picture Gallery

 

 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.
6 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.