Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

ધર્મજીવન છાત્રાલય લોકાર્પણ, રુદ્ર પ્રયાગ

As you know…
   Heavy floods damaged properties & livelihood  In Uttarakhand India June 2013. SGVP Gurukul Parivar took pledge for rehabilitation work in Rudraprayag area, and reconstructed Shree Dharmajivan Sanskrit Hostel, which was heavily damaged by rain disaster.
   Inaugural ceremony of this grand hostel was performed on 1st November 2015 in divine presence of HH Shastri Shree Madhavpriyadasji Swami, HH Pujya Swami Chidanand Sarasvatiji Maharaj & Education Minister Shree Mantriprasad Naithani & other dignitaries.
   We thanks to all the donors who have supported & contributed to this project.
Named after Lord Shiva (Rudra), Rudraprayag is situated at the holy confluence-SANGAM of Alaknanda and Mandakini rivers.
   Bhagwan Shree Swaminarayan visited this place as a Nilkanth Varni.
  It is believed that to master the mysteries of music, Narad Muni worshipped Lord Shiva here for hundreds years.
   Inspirational and ideal object is Gurudev Shastriji Maharaj got inspiration to re-establish ancient Gurukul Tradition from this place.
   The entire region is blessed with immense natural beauty, places of religious importance, lakes and glaciers.

ઉત્તરાખંડના સુપ્રસિદ્ધ રુદ્રપ્રયાગ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) ના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ શ્રી ચિદાનંદ સરસ્વતીજી મહારાજ (મુનિજી) વરદ હસ્તે શ્રી ધર્મજીવન છાત્રાવાસનો લોકાર્પણ વિધિ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ઉત્તરાખંડના શિક્ષામંત્રી શ્રી મંત્રીપ્રસાદ નૈથાની મૂખ્ય અતિથિ તરીથે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્થાનિક સચ્ચિદાનંદ વિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રસાદજીએ જણાવ્યું હતું કે, ઇ.સ. ૨૦૧૩ માં અહીં ભયંકર હોનારત થઇ ત્યારે આ છાત્રાવાસ અત્યંત ક્ષતિગ્રસ્ત થયેલો અને એમાં વિદ્યાર્થીઓને રહેવાનું જોખમરુપ હતું. આવા સમયે છેક ગુજરાતથી અહીં પધારી સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ SGVP ટ્રષ્ટ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ વિશાળ ધર્મજીવન છાત્રાવાસનું નિર્માણ કરાવી આપ્યું એ બદલ ઉત્તરાખંડ નિવાસી અમે સર્વે સદા એમના ઋણી રહેશું.

આ પ્રસંગે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની જળહોનારત પ્રસંગે અમારે આ દેવભૂમિની સેવા કરવાની હતી. પરંતુ સેવા કઇ રીતે કરવી એ અંગે મુશ્કેલી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રેરણાથી આ શ્રેષ્ઠ સ્થાન અમારા ધ્યાનમાં આવ્યું. આ સ્થાન સાથે અમારો અલૌકિક સંબંધ રહ્યો છે.
ભારત જ્યારે આઝાદ પણ નહોતું થયું ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી અહીં પધારેલા અને આ પીપળાના વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા. એ સમયે પ્રજ્ઞાચક્ષુ શ્રી સચ્ચિદાનંદજી મહારાજ થોડા ઋષિકુમારોને વેદ ભણાવી રહ્યા હતા. વેદના સ્વરો સાંભળતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હૃદયમાં આ ગુરુકુલ પદ્ધતિને પુનઃસ્થાપિત કરવાની પ્રેરણા પ્રાપ્ત થઇ હતી.
સોનામાં સુંગધ ભળે એમ અહીં ભગવાન શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણીના વેશે પધારેલા છે. આ પવિત્ર સંગમ સ્થળે નારદજીએ વર્ષો સુધી તપશ્ચર્યા કરીને શિવજી પાસેથી સંગીતની શિક્ષા મેળવી છે. માટે આ અતિ પવિત્ર તીર્થ છે.

અહીં એકબાજુ ભગવાન કેદારનાથજીના ચરણોમાંથી વહેતી મંદાકીની અને ભગવાન શ્રી બદ્રિનાથજીના  ચરણામે ાથ્ં ાી અલકનંદા જેવી નદીઓ પવિત્ર સંગમ સર્જે છે. આ સંગમ શૈવી અને વૈષ્ણવી ધારાના સમન્વય સમાન છે. આવા પવિત્ર સ્થળે આ વિશાળ છાત્રાવાસનું સર્જન કરી દેવભૂમિ હિમાલયની સેવાનો અમને અવસર પ્રાપ્ત થયો એનો આનંદ છે. આશા છે કે આ સ્થળે વેદોના સ્વરો ગુંજતા રહેશે. સંસ્કૃત શિક્ષણની ભાગીરથી વહેતી રહેશે અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરશે.
આ પ્રસંગે મુનિજી મહારાજે મંગલ આશીર્વચન આપ્યા હતા. મંત્રી શ્રી નૈથાનીજીએ છેક ગુજરાતથી અહીં આવીને આવા શ્રેષ્ઠ ધર્મજીવન છાત્રાવાસના નિર્માણ બદલ રાજ્ય સરકાર વતી આભાર માન્યો હતો અને ગાય, ગંગા, સંસ્કૃતી અને ભાષાના રક્ષણ માટે બધું જ કરી છૂટવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે ઓર્ગેનીક ઇન્ડીયાના અધ્યક્ષ મૂળ ઇઝરાયેલના અને હાલ ઓસ્ટ્રેલીયા નિવાસી ભારતમિત્ર ૨૦ દેશના સંગીત પ્રતિનિધીઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગની સમાપ્તિ બાદ સંધ્યા સમયે ગંગાજીની આરતી વખતે દિવ્ય સંગીતની પ્રસ્તુતી કરી હતી. સ્થાનીક કોટેશ્વરના મહંતશ્રી શિવાનંદજી મહારાજ, ઋદ્રનાથ મંદિરના મહંત શ્રી ધર્મનંદજી મહારાજ, નગરપતિજી તથા નગરપંચાયતના સભ્યો તેમજ નગર નિવાસી ભાઇ-બહેનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આટલું સુંદર બાંધકામ રાહતભાવે જેમણે કરી આપ્યું તેવા શ્રી થાપલીયાલજીનું બહુમાન કરવામાં આવ્યું હતું. આટલા ઊંચા પહાડી વિસ્તારમાં બાંધકામ કરવું ભારે કપરું હોય છે, પરંતુ સ્વામી શ્રી ભક્તવત્સલદાસજીના માર્ગદર્શન તથા ગોવિદસ્વામી, શામજીભગત, લાલજીભાઇ તથા સુનિલભગત (સ્વામિનારાયણ આશ્રમ) વગેરેના સાથસહકારથી સરળ રીતે સંપન્ન થયું.
આ પ્રસંગે ગુલાબી પથ્થરની સુંદર કોતરણીવાળી છત્રીમાં ભગવાન શ્રી નીલકંઠ વર્ણીની સ્થાપના કરવામાં આવી હતી અને સ્થાનીક સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એમની નિત્યપૂજાની વ્યવસ્થા સંભાળી લીધી હતી.

Achieved

Category

Tags