Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Bhagawat Katha – Rushikesh

On the auspicious bank of divine river Ganga, Shreemad Bhagawat Katha was organized by Vadher family from Jamnagar during 28 Oct to 03 Nov 2018 at Parmarth Niketan, Rushikesh. Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami narrated the Katha eruditely.
With the blessings of Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and in the holy presence of Pujya Purani Shree Balkrishnadasji Swami, during the Katha-Parayan various celebrations were celebrated with devotional fervor. Moreover, Abhishek, Ganga-Snan, Thakar-Thali, Shree MahaVishnu Yag were also organized. Pujya Muniji (Parmarth Niketan) also grassed the occasion blessed all participants.

ઋષિકેશ પતિતપાવની ગંગાજીના કિનારે પરમાર્થ નિકેતન આશ્રમમાં જામનગરના વાઢેર પરિવારના યજમાન પદે, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે, તારીખ ૨૮ ઑક્ટોબર થી ૦૩ નવેમ્બર, ૨૦૧૮ દરમ્યાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ સાથે, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં વાઢેર પરિવારના બારસો જેટલા સ્નેહી ભાઇ-બહેનોએ પૂજ્ય સ્વામીજીની આગવી શૈલીમાં ધારવાહિત આ દિવ્ય કથાનો લાભ લીધો હતો.
પરમાર્થ નિકેતનના અધ્યક્ષ પૂજ્ય ચિદાનંદ સરસ્વતીજી (પૂજ્ય મુનિજી)એ પણ કથામાં પધારી આશીર્વાદનો લાભ આપ્યો હતો. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામિ તથા કથામાં પધારેલ સંત-મહાનુભાવોએ પણ દર્શન આશીર્વાદનો લાભ આપ્યો હતો.

દરરોજ સાંજે પૂજ્ય સ્વામીજી અને પૂજ્ય મુનિજીના સાનિધ્યમાં પુનિત ભાગીરથી ગંગાજીની આરતીનો લાભ દરેક ભક્તોએ લીધો હતો. ગંગાજીની આરતીમાં ભાગ લઈ રહેલા સંતો-ભક્તોએ ગંગાજી તથા ભારતની અન્ય નદીઓ અને જળસ્રોતોને પ્રદુષિત નહીં કરવાની અને અન્યને પણ સ્વચ્છતાની પ્રેરણા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.
યજમાન પરિવાર દ્વારા ગંગાજીના કિનારે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના શ્રી રામપ્રિયજી તથા વિદ્વાનો સાથે વૈદિક વિધિથી શ્રીમહાવિષ્ણુયાગનો યજમાન પરિવારે લાભ લીધો હતો.

કથા દરમ્યાન પવિત્ર ગંગાજીમાં ઠાકોરજીનો અભિષેક, સમૂહ સ્નાન ઉપરાંત સત્સંગ સંધ્યા, ઠાકર થાળી, સાંખ્યયોગીશ્રીની નિશ્રામાં મહિલા મંચ સભા, ચેન્નાઈના પંડિતો દ્વારા કૃષ્ણયજુર્વેદ પારાયણ, ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃષ્ણલીલાના નૃત્ય ગીતો તથા કથા પ્રસંગે શ્રીરામજન્મોત્સવ, શ્રીકૃષ્ણજન્મોત્સવ, રુક્ષમણિ વિવાહ વગેરે પ્રસંગો પણ ભક્તિભાવ થી ઉજવાયા હતા. 

 

Achieved

Category

Tags