Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Australia Satsang Yatra – 2015

On the cordial invitation from the students and devotees of Gurukul Parivar, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami started Satsang Yatra of Australia from March 11, 2015. All devotes offered a warm welcome to Pujya Swamiji and saint Mandal.
Statistics :

Sydney : Hindu Lifestyle Seminar, 12-15 Mar 2015
Melbourne : Hindu Lifestyle Seminar, 20-22 Mar 2015
Melbourne : Ramnavami Shreehari Jayanti Celebration, 28 Mar 2015
Brisbane : Hindu Lifestyle Seminar, 05 Apr 2015
Perth : Shreemad Bhagwat Geeta Parayan 10-14 Apr 2015

 
Sydney : Hindu Lifestyle Seminar, 12-15 Mar 2015
With the inspiration of Pujya Swamiji, a Hindu Lifestyle Seminar was arranged by Shree Vadtal Dham Temple and SGVP Gurukul Parivar at Sydney during March 12-15, 2015.
Pujya Swamiji explained the importance of Sanatan Vedic Traditions, Hinduism and Omkar along with the sermons of Bhagwan Shree Swaminarayan compiling the summary of Vachanamrut, Bhagawat Geeta and Upanishads.
During the Seminar, Digital presentation, Kiratan Bhakti, Abhishek & Poojan were organized.  Question-Answer session with Pujya Swamiji was responded sound by all participants. 
ઓસ્ટ્રેલિયામાં સ્થિર થયેલા ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થીઓ અને અન્ય ભાવિક હરિભકતોના આગ્રહભર્યા આમંત્રણથી સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંત મંડળ સાથે ઓસ્ટ્રેલિયા સત્સંગ પ્રચારાર્થે પધારતા ભાવિક ભકતો દ્વારા સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીની નિશ્રામાં શ્રી વડતાલ ધામ તથા એસજીવીપી ગુરુકુલ પરિવારના સંયુકત ઉપક્રમે હિન્દુ લાઇફ સ્ટાઇલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે, આપ બધા દૂર દેશમાં રહેતા હોવા છતાં સત્સંગ રાખી રહ્યા છો તે જોઇ અત્યંત રાજી થવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે. ભગવાનના જે જે અવતારો થયા છે તે ભારતમાં જ થયા છે.
સનાતન વૈદિક ધર્મનો મહિમા સમજાવતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ ધર્મના આરંભનો સમયગાળો નક્કી કરવો મુશ્કેલ છે. આ ધર્મ જેટલો પ્રાચીન છે એટલો જ વૈજ્ઞાનિક તેમજ વ્યાપક છે. વૈદિક ધર્મ માત્ર માનવજાતિને નહિ, પરંતુ સમગ્ર જડ ચૈતન્ય સૃષ્ટિને પ્રેમ કરવાનું શીખવે છે. આ પ્રસંગે સ્વામીજીએ ઓમકારનો મહિમા સમજાવ્યો હતો અને ઓમકાર નાદના પ્રયોગ કરાવ્યા હતા. ત્યારબાદ વચનામૃત, ગીતા અને ઉપનિષદનો ભગવાન શ્રી સ્વામિનારાયણે જે સમન્વય કરેલ છે તે વિગતવાર સમજાવ્યું હતું.
સેમીનાર દરમ્યાન હિન્દુ ધર્મ વિશે ડીજીટલ પ્રેઝન્ટેશન, કીર્તન ભક્તિ, ઠાકોરજીનો મહાભિષેક, ષોડશોપચાર પૂજન તથા પૂજ્ય સ્વામીજી સાથે પ્રશ્નોત્તરી આયોજનથી ભાવિક ભક્તજનોએ ખુબ જ પ્રભાવિત થઇ સંતોષ વ્યક્ત કર્યો હતો..
આ પ્રસંગે સ્થાનિક ભાઇ બહેનોએ તમામ પ્રકારની વ્યવસ્થા જાળવી હતી.
Picture Gallery

Top
Melbourne : Hindu Lifestyle Seminar, 20-22 Mar 2015

Top
Melbourne : Ramnavami Shreehari Jayanti Celebration, 28 Mar 2015

Top
Brisbane : Hindu Lifestyle Seminar, 05 Apr 2015

Top
Perth : Shreemad Bhagwat Geeta Parayan 10-14 Apr 2015

Top
 

Achieved

Category

Tags