Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

73rd Republic Day Celebration – 2022

Photo Gallery

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ અને શાખા ગુરુકુલોમાં, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.  ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ વહેલી સવારે અમદાવાદ ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી

આ પ્રસંગે સંતો ઉપરાંત, એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના પ્રિન્સીપાલ સહિત તમામ સ્ટાફ, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય સહિત તમામ સ્ટાફ, ગૃહપતિ જાલમસિંહજી રાવલ સહિત તમામ ધર્મજીવન હોસ્ટેલ સ્ટાફ હાજર રહ્યો હતો.
કોરોના મહામારીના કારણે સરકારી માર્ગદર્શિકાના પાલન સાથે પ્રજાસત્તાક પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ક્રાંતિ દરમ્યાન અને આઝાદી પછી દેશની સરહદો પર પોતાના બલિદાન આપીને આઝાદી ની રક્ષા માટે અપ્રીતમ સાહસ સાથે બલિદાન આપનાર શહિદોને ફક્ત આજે નહીં પરંતુ વર્ષના દરેક દિવસોએ યાદ કરી તેમના સમર્પણ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. જવાનોની સાથે સાથે ભારતની સંત શક્તિને પણ યાદ કરવી જોઇએ કે જેમણે ધર્મ અને સંસ્કૃતિ માટે સમગ્ર જીવન કુરબાન કરી દીધું હતું.

સરહદ પર ભારતની રક્ષા કરનારા જવાંમર્દ સૈનિકોની ભગવાન રક્ષા કરે એજ પ્રાર્થના છે. આપણા ભારતના મહદ્ ભાગ્ય છે તે આપણને કાર્યદક્ષ, ગુજરાતના પનોતા પુત્ર, રાષ્ટ્રભકત, અધ્યાત્મ પુરુષ એવા નરેન્દ્રભાઇ મોદી જેવા વડાપ્રધાન મળ્યાછે જેમણે વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.>

ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પણ ભંડારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં અને ગુરુકુલ રીબડા- રાજકોટ ખાતે શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના સાનિધ્યમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Achieved

Category

Tags