Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

64th Republic Day Celebration, 2013

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ૬૪ મા પ્રજાસત્તાક પર્વે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના હાથે ધ્વજ ફરકાવ્યો હતો.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, માજી ગૃહમંત્રી શ્રી નરહરિભાઇ અમીન, શાહબુદ્દિનભાઇ રાઠોડ, જયદેવભાઇ સોનાગરા, શંકરભાઇ પટેલ, વાલીઓ તેમજ એસજીવીપી, દિવ્ય પથ સ્કુલ, મેમનગર અને નિરમા કોલેજના મળી ૨૦૦૦ ઉપરાંત છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન બાદ ઉપરોકત શાળાઓએ અંગ કસરતના દાવો, યોગ, અશ્વદોડ તેમજ  સમૂહ નૃત્ય વગેરે દેશભકિતના કાર્યક્રમો કરી સૌ કોઇના મન હરી લીધા હતા.આ પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આપણો ભારત દેશ વિવિધતામાં એકતાનો દેશ છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યનો સમય સુવર્ણ યુગ હતો. અશોકનું સામ્રાજ્ય આથમતા ગુલામીકાળ શરુ થયો.વર્ષોની ઝંખના પછી ભારત આઝાદ થયું. વર્તમાન સમય વિકાસના અનેક અવસરો લઇને આવે છે. અને સાથે સાથે સમસ્યાઓ પણ એટલીજ છે. પણ ભારતનું ભવિષ્ય મહાન છે. જેનો આધાર નવી પેઢી છે.ભારતને જે આઝાદી મળી એમાં ક્રાન્તિકારી શહિદો – વીરોનો ફાળો એ ક્યારેય વિસરી શકાય તેમ નથી. આ શહિદોએ પોતાની જાતને બલિદાન કરી ત્યારે દેશને આઝાદી મળી છે. ભારતીય સ્કુલોમાં શહિદોના ઇતિહાસ વ્યવસ્થિત શીખવાય એ જરુરી છે.
આ પ્રસંગે ગુરુકુલ તરફથી અમદાવાદ વિસ્તારના ત્રણ શહિદોના પરિવારો – શહિદ સિપાહી ઇસ્માઇલના પત્ની શાહીનબાનૂ શેખ, શહિદ ગનર રાકેશકુમાર ઇશ્વરભાઇ પ્રજાપતિના પત્ની જ્યોત્સનાબેન, શહિદ નાયકઅનિરુદ્ધસિંહ ઝાલાના પત્ની અનીતાબેનના પરિવારોનું બહુમાન કરી તેમની દિકરીઓને ભણાવવાની જવાબદારી ગુરુકુલે ઉપાડી લીધી હતી.સ્વામીજીએ જણાવ્યું હતું કે આ પરિવારની પુત્રીઓને અભ્યાસ પુરો થાય ત્યાં સુધી આર્થિક સહાય આ સંસ્થા તરફથી મળતી રહેશે. શહિદોએ દેશને માટે પોતાની જાન અર્પી દીધી છે તેની સામે આ સન્માન અતિ અલ્પ છે.આ પ્રસંગે નરહરિભાઇ અમીને જણાવ્યું હતું કે ગુરુકુલે સંસ્કાર સાથે શિક્ષણની જ્યોત જલતી રાખી છે તે અજોડ છે.આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શાહબુદ્દિનભાઇ રાઠોડ, જયદેવભાઇ સોનાગરાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
Picture Gallery
 

 

Achieved

Category

Tags