Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

26th Republic Day

68th Republic Day Celebration

SGVP Gurukul Parivar celebrated the 68th Republic Day, In the holy presence of Purani Shree Balkrishnadasaji Swami, Saints, Students and staff Members.
Along with, flag hoisting, March Past, patriotic presentation by students, martyrs’ families were honoured and provided help by Gurukul Parivar.
નેવી બેન્ડ અને શાનદાર પરેડ સાથે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતીષ્ઠાનમ (SGVP)ના વિશાળ હરિયાળા મેદાન ઉપર, SGVP અંગ્રેજી માધ્યમ સ્કુલ, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદના વિદ્યાર્થીઓ અને તમામ કર્મચારીઓએ અડસથમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરી હતી.
ધ્વજવંદન અને પરેડ બાદ નાના નાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના સંસ્કૃતિક કાર્યકમો રજુ કર્યા હતા. લેહ – લડાખથી આવેલા ૩૦ જેટલી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોની સવિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે, દેશની સુરક્ષા માટે સરહદ પર શહીદ થયેલા સૈનિકોના પરિવારોનું સન્માન કરી, દર વર્ષની જેમ  ગુરુકુલ પરિવાર દ્વારા તેમને વિશેષ સહાય કરવામાં આવી હતી.
શ્રી જયદેવભાઈ સોનાગરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ભવ્ય ઉજવણીના સહભાગી, તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને બિરદાવતા કહ્યું હતું કે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ફક્ત એક દિવસ માટે નહિ પણ સમગ્ર વર્ષ દરમ્યાન થવી જોઈએ. દેશની સ્વાધીનતા અને ભવ્ય પરંપરાની જાળવણી એ દેશના તમામ નાગરિકોની ગૌરવપૂર્ણ ફરજ છે.
સત્સંગ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિદેશમાં વિચરણ કરતા, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ઓસ્ટ્રેલીયાથી ટેલીફોનના માધ્યમથી જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવા સાથે ઘર કુટુંબથી દુર, સરહદ પર દેશની રક્ષામાં તૈનાદ રહેલા અને માતૃભુમી માટે શહીદ થયેલા જવાનોના પરિવારને સહાય અને સન્માન કરવાનો અવસર છે. SGVP ગુરુકુલ પરિવાર તરફથી દર વર્ષે આ ગૌરવપૂર્ણ સેવા થઇ રહી છે.
ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પણ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં વિદ્યાર્થીઓએ ધ્વજવંદન સાથે વિવિધ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી.

 

 

Achieved

Category

Tags