20th Patotsav of Shree Ghansyam Maharaj-2020

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલમાં ઇ.સ. ૨૦૦૦ની સાલમાં અખંડ ભગવત્ પરાયણ પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીના વરદ હસ્તે સંત આશ્રમમાં વેદોક્ત વિધિથી શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

શરદપૂર્ણિમા, તા. 31 ઑક્ટોબર 2020 ના રોજ ૨૦માં પાટોત્સવ પ્રસંગે પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે, કોરોના મહામારીને કારણે ફકત સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોના પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઓન લાઇન શ્રી ઘનશ્યામ મહારાજના ૨૦મો પાટોત્સવ વેદોક્ત વિધિથી ઉજવાયો હતો.

પાટોત્સવની પૂર્વ સંઘ્યાએ જે વાવમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પરમહંસો, હરિભક્તોએ સ્નાન કરેલ છે તે પ્રસાદીભૂત અડાલજ વાવના જળને ઋષિકુમારો અને સંતો દ્વારા કુંભ ભરીને લાવતા, વૈદિક મંત્રો સાથે  પૂજ્ય સ્વામીજી, પુરાણી બાલકૃષ્ણદાસજીએ જળયાત્રિકોનું સ્વાગત કરેલ.

ત્યારબાદ વહેલી સવારે વૈદિક મંત્રો સાથે અડાલજ વાવ જળ, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, કેસરજળ, પંચગવ્ય, પંચામૃત વગેરેથી પૂજ્ય સ્વામીજી તથા પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, તથા સંતોના હસ્તે શ્રી ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો અંતમાં મૂર્તિઢગ ફુલની પાંખડીઓથી ભગવાનનું પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી.

આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ અભિષેક સાથે ધ્યાનની રીત સમજાવી પાટોત્સવનો મહિમા વર્ણવ્યો હતો.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.